________________
૧૬૪
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૮|ગાથા-૨
અવતરણિકા :
પૂર્વગાથામાં “અહિંસા ધર્મમાં છે તેમ કહેવાનું વચન બતાવ્યું. હવે તે વચન કેમ સંગત નથી ? તે બતાવતાં કહે છે – ગાથા :
નવિ જાણે તે સર્વ ત્યજીને, એક અહિંસા રંગ;
કેવલ લૌકિક નીતી હોવે, લોકોત્તરપંથ ભંગ. મન. ૨ ગાથાર્થ :
સર્વ ત્યજીને=સર્વ ઉચિત આચારને ત્યજીને, તે=એક અહિંસાનો રંગ રાખે છે તે, કેવલ લૌકિકનીતિ છે, પરંતુ લોકોતર પંથનો ભંગ છે તેમ જાણતા નથી. રા. ભાવાર્થ -
એક અહિંસાનો રંગ રાખીને જે અહિંસાને સાર માને છે અને સંયમની અન્ય સર્વ ઉચિત આચરણાનો ત્યાગ કરે છે તેની અહિંસા પાલનની નીતિ કેવળ લૌકિકનીતિ થાય છે, અને તે લૌકિકનીતિથી પાલન કરાયેલી અહિંસા સંસારનું કારણ છે, મોક્ષનું કારણ નથી. વળી, તે અહિંસાના પાલનની પ્રવૃત્તિથી લોકોત્તરપંથનો ભંગ થાય છે અર્થાત્ સંસારથી ઉત્તીર્ણ થવાનો સર્વશે કહેલા માર્ગનો નાશ થાય છે.
અહીં વિશેષ એ છે કે, સર્વ કહેલા સર્વ ઉચિત આચારો મોહનું ઉન્મેલન કરીને આત્માના ભાવપ્રાણનું રક્ષણ કરે છે અને આત્મા મોહથી અનાકૂળ બને તો કર્મબંધનો અભાવ થાય; કર્મબંધનો અભાવ થાય તો તે આત્મા સંસારથી મુક્ત થાય અને આત્મા સંસારથી મુક્ત થાય તો તેનાથી થતી સર્વ હિંસાનો સદા માટે પરિહાર થાય. હવે જેઓ મોહના ઉન્મેલનને અનુકૂળ એવા સર્વ ઉચિત આચારોનો ત્યાગ કરીને માત્ર બાહ્ય જીવોની અહિંસામાં રંગ રાખે છે, તેઓને તે અહિંસાની પરિણતિથી પુણ્યબંધ થાય છે તો પણ આત્મામાં રહેલા અવિવેકનો નાશ થતો નથી અને અવિવેકને કારણે કર્મબંધ અટકતો નથી, જેથી સંસારનો ઉચ્છેદ થતો નથી. માટે તે અહિંસા લૌકિકનીતિથી અહિંસા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org