________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧/ગાથા-૧-૨ આ પ્રકારની મારી વિનંતીને તમે અવધારણ કરો, એ પ્રમાણે વિનંતી કરીને ગ્રંથકારશ્રી પોતાને શુદ્ધમાર્ગનો પક્ષપાત વધે એ પ્રકારનો અભિલાષ કરે છે. જેથી પોતાને શુદ્ધમાર્ગની પ્રાપ્તિ દ્વારા કલ્યાણની પ્રાપ્તિ થાય.
અહીં વિશેષ એ છે કે તીર્થકરો બધાને શુદ્ધમાર્ગ જ આપે છે; છતાં ભારેકર્મી જીવોને તીર્થકરે આપેલ શુદ્ધ માર્ગ પણ અશુદ્ધ રૂપે પ્રાપ્ત થાય છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે હે સીમંધરસ્વામી ભગવાન ! આપે આપેલો શુદ્ધમાર્ગ મને શુદ્ધરૂપે પરિણમન પામે તે રીતે તમે શુદ્ધમાર્ગ આપો. આ પ્રકારના અભિલાષથી ગ્રંથકારશ્રી ભગવાનનો માર્ગ યથાર્થ પરિણમન પામે, તે પ્રકારનો અધ્યવસાય કરે છે. આવા અવતરણિકા :
ગ્રંથકારશ્રી પોતાને શુદ્ધમાર્ગ મળે એવી સીમંધરસ્વામી ભગવાનને વિનંતી કરીને શુદ્ધમાર્ગ શું છે, તે સ્પષ્ટ કરવા અર્થે પ્રથમ અશુદ્ધમાર્ગ બતાવે છે - ગાથા :
ચાલે સૂત્ર વિરુદ્ધાચારે, ભાષે સૂત્ર વિરુદ્ધ એક કહે અમ મારગ રાખું, તે કિમ માનું શુદ્ધ રે ?
જિનાજી ! ૨ ગાથાર્થ :
સૂત્રથી વિરુદ્ધ આચારમાં પોતે ચાલે છે, સૂત્ર વિરુદ્ધ બોલે છે, એવા એક પ્રકારના સાધુઓ અને માર્ગનું રક્ષણ કરીએ છીએ; એમ કહે છે, તેને હું શુદ્ધ કઈ રીતે માનું? અર્થાત્ તે માર્ગ શુદ્ધ છે એમ માની શકાય નહિ. પરા ભાવાર્થ :
કેટલાક સાધુઓ શાસ્ત્રનો બોધ નહિ હોવાને કારણે સૂત્ર વિરુદ્ધ આચાર પાળે છે અને શાસ્ત્ર ભણીને ગીતાર્થ નહિ થયેલા હોવાથી ઉપદેશ દ્વારા સૂત્ર વિરુદ્ધ બોલે છે. વળી, સ્વમતિ અનુસાર શાસ્ત્રોના ખંડ-ખંડ અર્થોનો બોધ કરીને પોતાની પ્રવૃત્તિ કરે છે અને લોકોને માર્ગ બતાવે છે. વળી, તેઓ માને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org