________________
3
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧/ગાથા-૨-૩-૪
છે કે અમે જ ભગવાનના માર્ગનું રક્ષણ કરીએ છીએ. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે તેઓની તે પ્રવૃત્તિને હું કઈ રીતે શુદ્ધ માની શકું ? અર્થાત્ તે શુદ્ધ માર્ગ નથી. III
અવતરણિકા :
આ એક પ્રકારના સાધુઓ, સૂત્ર વિરુદ્ધ કઈ રીતે ચાલે છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
ગાયા :
આલંબન ફૂડાં દેખાડી, મુગધ લોકને પાડે; આણાભંગ તિલક તે કાલું, થાપે આપ નિલાડે રે. જિનજી ! ૩
ગાથાર્થ
ફૂડા આલંબન દેખાડી=કલિયુગના ખોટા આલંબન બતાવીને, મુગ્ધ લોકને પાડે છે=શાસ્ત્ર વિરુદ્ધ ક્રિયાઓ કરાવે છે અને તે પ્રવૃત્તિથી તેઓ પોતાના લલાટે આજ્ઞાભંગનું કાળું તિલક સ્થાપન કરે છે. II3|| ભાવાર્થ :
:
-
જે સાધુઓ ભવથી અત્યંત વિરક્ત નથી અને શાતાના અર્થ છે, તેઓ કલિકાલનું ખોટું આલંબન લઈ શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે અને મુગ્ધ એવા શિષ્યોને એ પ્રકારે પ્રવૃત્તિ કરાવીને ખાડામાં પાડે છે; જેના કારણે તેમના લલાટે આજ્ઞાભંગનું પાપ લાગે છે. માટે ગ્રંથકારશ્રી કહે છે કે તેઓની પ્રવૃત્તિને હું કઈ રીતે શુદ્ધ માનું ? એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. 11311
અવતરણિકા :
સૂત્ર વિરુદ્ધ ચાલનારા સાધુઓ કેવી મતિ ધરાવે છે જેથી તેઓની પ્રવૃત્તિ સૂત્ર વિરુદ્ધ બને છે, એ સ્પષ્ટ કરવા અર્થે કહે છે
ગાથા :
Jain Education International
‘વિધિ જોતાં કલિયુગમાં હોવે, તીરથનો ઉચ્છેદ; જિમ ચાલે તિમ ચલવે જઇયે, એહ ધરે મતિભેદ રે.’
-
For Personal & Private Use Only
જિનજી ! ૪
www.jainelibrary.org