________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૫ 2 કપ અવતરણિકા :
વળી કેવા ઉપદેશક દ્વીપ જેવા છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા :
ગીતારથ જયણાવંત, ભવભીરુ જેહ મહંત;
તસ વયણે લોકે તરિયે, જિમ પ્રવાહણથી ભરદરીયે. ૫ ગાથાર્થ :
ગીતારથ શાસ્ત્રના પરમાર્થને જાણનારા, જયણાવંત બહિરંગ રીતે ષકાયના પાલનમાં અને અંતરંગ રીતે મોહના ઉમૂલનમાં યત્નાવંત, ભવભીરુ ભવના પરિભ્રમણથી ભય પામેલા, જેઓ મહંત છેઃમહાપુરુષ છે, તેમના વચને લોકો તરે છે, જેમ નાવથી ભરદરિયામાં પણ લોકો તરે છે. ITI ભાવાર્થ -
જે સાધુ શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે તેઓ ગીતાર્થ છે અને શાસ્ત્રના સર્વ વચન ઉચિત પ્રવૃત્તિ કરાવવા દ્વારા જીવની અસંગભાવની શક્તિનો સંચય કરવાની દિશા બતાવનાર છે. ગીતાર્થ સાધુ શાસ્ત્ર વચનાનુસાર પ્રવૃત્તિ કરીને અસંગભાવની શક્તિનો સંચય કરતા હોય છે તથા સર્વ જીવો પ્રત્યે સમભાવની વૃદ્ધિ અર્થે ષટ્કાયના પાલનને અનુકૂળ યતનાઓ કરે છે અને અંતરંગ રીતે શાસ્ત્રથી ભાવિત થઈને મોહના ઉન્મેલનમાં યત્ન કરે છે માટે તેઓ યતનાવંત છે. વળી, જેઓ ભવભ્રમણથી અત્યંત ભય પામ્યા છે તેથી ભવભ્રમણના કારણભૂત મૃષાભાષણ કરતા નથી, પરંતુ પોતાને સર્વજ્ઞના વચનનો જેવો બોધ થયો છે તેવો યથાર્થ બોધ જ યોગ્ય જીવોને કરાવે છે; આવા જે મહાપુરુષો છે તેમના વચને જેમ દરિયામાં રહેલા જીવો નાવથી તરે છે તેમ સંસારમાં રહેલા જીવો સંસારસાગરથી તરે છે. માટે ગીતાર્થતા આદિ ગુણવાળા સાધુ ધર્મદેશના આપીને એકાંતે સ્વ-પરનું કલ્યાણ કરનારા છે, તેઓની ધર્મદેશનાની પ્રવૃત્તિ જોઈને જન ભેગા કરવાનું કોઈ કામ નથી, આત્મસાક્ષીએ જ વ્રતો પાળવા જોઈએ, વિગેરે કહેવું તે દુર્જનનો પ્રલાપ છે એમ ગાથા-૨ સાથે સંબંધ છે. સંપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org