________________
૬૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૬
અવતરણિકા :
અહીં કોઈને પ્રશ્ન થાય કે ગીતાર્થતા આદિ ગુણવાળા સાધુ તો દેશના આપીને પણ અસંગભાવમાં રહી શકે છે; પરંતુ જેઓ ધર્મદેશના આપીને લોકોને ભેગા કરવામાં જ રસ ધરાવે છે, તેઓની પ્રવૃત્તિ તો ઉચિત નથી. તેથી તેવી ઘમદશના તો ટાળવી જોઈએ તેનું સમાધાન કરવા અર્થે કહે છે –
ગાથા :
બીજા તો બોલી બોળે, શું કીજે નિર્ગુણટોલે ?
ભાષા કુશીલનો લેખો, જન મહાનિશીથે દેખો. ૬ ગાથાર્થ -
બીજા=બીજા સાધુ તો બોલીને બોળે છે ઉપદેશ આપીને લોકોને ડુબાળે છે, શું કીજે નિર્ગુણ ટોળે નિર્ગુણ ઉપદેશકના સમુદાયને શું કરીએ અર્થાત્ તેવા નિર્ગુણ સાધુઓના સમુદાયનો ઉપદેશ કોઈ કામનો નથી. કેમ કામનો નથી ? તેથી કહે છે- ભાષા કુશીલનો લેખો જન છે=ભાષાકુશીલના તોલે તે સાધુનો સમુદાય છે એમ મહાનિશીથમાં દેખો=એમ મહાનિશીથસૂત્રમાં કહેલ છે. Iકા ભાવાર્થ -
કેવા ઉપદેશક લોકોને તારનારા છે ? તેનું સ્વરૂપ પૂર્વગાથામાં બતાવ્યું. જે ઉપદેશકો તેવા સ્વરૂપવાળા નથી, તેઓ શાસ્ત્રના પરમાર્થને પામેલા નથી અને ઉપદેશ આપીને પણ લોકોને ભવસમુદ્રમાં ડુબાડે છે; કેમ કે શ્રોતાઓમાંથી કેટલાક શ્રોતાઓ તત્ત્વના અર્થ પણ હોય છે અને યથા તથા ઉપદેશ આપનારના ઉપદેશકથી તેઓની મતિ પણ યથા તથા થાય છે તેથી જે શ્રોતા સર્વપદેશને પામીને આત્મહિત સાધી શકે તેવી યોગ્યતાવાળા હતા તેવા શ્રોતાઓ તે ઉપદેશકના વચનથી વિપરીત બોધવાળા થઈને વિનાશ પામે છે. તેવા નિર્ગુણ ઉપદેશકના ટોળાઓ શું કરે ? અર્થાત્ તેઓ ઉપદેશ આપીને લોકોને ભવસમુદ્રમાંથી તારનારા નથી, માટે તેઓને આશ્રયીને ધર્મદેશના કર્તવ્ય છે તેમ અમે કહેલ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org