________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૬-૭
५७
વસ્તુતઃ તેવા ઉપદેશકો તો કદાચ સંયમના સારા આચાર પાળતા હોય તોપણ ભાષાકુશીલમાં સ્થાનને પામેલા છે અર્થાત્ કુત્સિત વચનો બોલીને ભગવાનના માર્ગનો નાશ કરનારા છે એ પ્રમાણે ‘મહાનિશીથસૂત્ર’ માં કહેલ 9.11911 અવતરણિકા :
ગાથા-૨ માં ઉપદેશકને દૂષણ આપતાં કોઈકે કહેલ કે જનમેલ્યાનું શું કામ છે ? માટે દેશના ટાળીને આત્મસાક્ષીએ ધર્મ પાળવામાં યત્ન કરવો જોઈએ. તેથી હવે ઉપદેશક દેશના આપીને પણ વ્રતોની શુદ્ધિ કરે છે તે બતાવવા અર્થે કહે છે
ગાથા :
જનમેલનની નહી ઈહા, મુનિ ભાષે મારગ નીરીહા; જો બહુજન સુણવા આવે, તો લાભ ધરમનો પાવે. ૭ ગાથાર્થ ઃ
લોકોને ભેગા કરવાની મુનિને ઇહા નથી=ઇચ્છા નથી, પરંતુ નિરીહા= આવી ઈચ્છા વગર માર્ગ કહે છે. શું કામ માર્ગ કહે છે ? તેથી કહે છે. જો ઘણા લોકો સાંભળવા આવે તો ધર્મના લાભને પ્રાપ્ત કરે તે આશયથી ઉપદેશ આપે છે. II9II
ભાવાર્થ:
જે સાધુ ગીતાર્થતા આદિ ગુણોવાળા છે તેઓ ભગવાનના વચનથી ભાવિત મતિવાળા છે તેથી ભગવાનના વચનનું આલંબન લઈને ઇચ્છાના ઉચ્છેદમાં યત્ન કરનારા છે તેવા સાધુઓને લોકોને ભેગા કરવાની ઇચ્છા નથી.
અહીં કોઈને પ્રશ્ન થાય કે ઘણા લોકોને ભેગા કરવાની ઇચ્છા નથી, તો ઉપદેશ આપી લોકોને કેમ ભેગા કરે છે ? તેથી કહે છે કે લોકોના આવાગમનની કે લોકો પાસેથી કંઈ પ્રાપ્તિની ઇચ્છા વગર માત્ર લોકોના કલ્યાણ અર્થે માર્ગને કહે છે. વળી, ઘણા લોકો સાંભળવા આવે તો તેઓ ધર્મને પ્રાપ્ત કરીને સંસાર સાગરથી તરે એ પ્રકારના શુભ આશયથી મુનિ માર્ગને ભાખે છે. માટે ઉપદેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org