________________
ઉ૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૭-૮ આપતી વખતે પણ તે સુસાધુ જેમ શ્રોતાને ભગવાનના વચનથી વાસિત કરે છે, તેમ પોતાના આત્માને પણ ભગવાનના વચનથી વાસિત કરે છે. તેથી ધર્મદેશના વખતે પણ મુનિ આત્મસાક્ષીક વ્રતનું પાલન કરે છે. lણી અવતરણિકા –
પૂર્વગાથામાં કહ્યું કે લોકોને ભેગા કરવાની ઇચ્છાથી મુક્તિ ઉપદેશ આપતા નથી પરંતુ અનિચ્છા ભાવથી કેવળ લોકોના ઉપકાર અર્થે દેશના આપે છે. હવે જો મુનિ શક્તિ હોવા છતાં લોકોને ઉપદેશ ન આપે તો શું અનર્થ ? થાય તે બતાવે છે – ગાથા :
તેહને જો મારગ ન ભાખે, તો અંતરાય ફલ ચાખે;
મુનિ શક્તિ છતી નવિ ગોપે, વારે તેહને મૃત કોપે. ૮ ગાથાર્થ -
તેહને જે ઘણા લોકો સાંભળવા આવે છે તેહને, જો માર્ગ ભાખે નહિ ભગવાને બતાવેલો માર્ગ મુનિ કહે નહિ, તો અંતરાય ફળ ચાખે ઉપદેશ નહિ આપનારા મુનિને ધર્મની પ્રાપ્તિમાં અંતરાય કરે તેવા કર્મબંધની પ્રાપ્તિ થાય. તેથી મુનિ છતી શક્તિને સન્માર્ગને યથાર્થ બતાવવાની પોતાની વિધમાન શક્તિને, ગોપવે નહિ શક્તિ અનુસાર અવશ્ય ઉપદેશ આપે, વારેસન્માર્ગના ઉપદેશ આપનારને જેઓ વારે, તેહને તેના ઉપર, કૃત કોપે શ્રુતની આશાતનાથી દુર્લભબોધિની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય. IIkI ભાવાર્થ :
સામાન્ય રીતે શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયેલા સાધુ શાસ્ત્રથી ભાવિત મતિવાળા હોવાથી લોકોના આવાગમન આદિ કોઈ ઇચ્છા વગર ફક્ત લોકોના ઉપકાર અર્થે માર્ગનું ઉદ્ભાવન કરે છે. હવે તેવા ગીતાર્થસાધુ પણ યોગ્ય જીવો સાંભળવા આવે અને માર્ગ બતાવે નહિ તો યોગ્ય જીવોને માર્ગ પ્રાપ્તિમાં અંતરાય કરાવે તેવી પોતાની પ્રવૃત્તિ હોવાથી અંતરાય કર્મ બાંધે છે, જેથી જન્માંતરમાં તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org