________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૮-૯
૬૯
મહાત્માને સન્માર્ગની પ્રાપ્તિ થવામાં વિઘ્નો થાય. તેથી ગીતાર્થ મુનિ ઉપદેશ આપીને બીજાનું હિત કરવાની પોતાનામાં શક્તિ હોય તો તે શક્તિને ગોપવે નહિ; પરંતુ સ્વશક્તિ અનુસાર ઉપદેશ આપવા દ્વારા યોગ્ય જીવોને માર્ગ પ્રદાન કરે.
વળી, નિરીહિતાપૂર્વક યોગ્ય જીવોને માર્ગ બતાવતાં એવા ગીતાર્થ સાધુને કોઈ વારે અને કહે કે “લોકોને ભેગા કરવાનું આપણે શું કામ છે, આપણે તો આત્મસાક્ષીકે સંયમમાં ઉદ્યમ કરવો જોઈએ” તે પ્રકારે કહીને ઉપદેશ આપતા ગીતાર્થસાધુને વારનારા સાધુ ઉપર શ્રુત કોપે છે અર્થાત્ ગીતાર્થને ઉપદેશ આપતા વા૨વાથી ગીતાર્થના પ્રયત્નથી લોકોને થતી શ્રુતની પ્રાપ્તિમાં તે સાધુ અંતરાય કરીને શ્રુતની આશાતના કરે છે. આવા સાધુને શ્રુતની આશાતનાના કારણે જન્માંતરમાં સન્માર્ગની પ્રાપ્તિરૂપ શ્રુતજ્ઞાન દુર્લભ થશે તેથી ગીતાર્થની ઉપદેશની પ્રવૃત્તિનું નિવારણ કરવું તો ઉચિત જ નથી; પરંતુ મનથી પણ તેના નિવારણનો વિકલ્પ કરવો ઉચિત નથી. વસ્તુતઃ ગીતાર્થની માર્ગાનુસારી ઉપદેશની પ્રવૃત્તિની અનુમોદના કરવી જ ઉચિત છે. II
અવતરણિકા :
ગાથા-૨માં અર્ધવિચારક સાધુએ કહેલ કે જનમેલ્યાનું શું કામ છે ? તેનું નિવારણ કરતાં ગાથા-૭ અને ગાથા-૮માં બતાવ્યું કે સાધુ લોકોને ભેગા કરવાની ઇચ્છાથી ઉપદેશ આપતા નથી પરંતુ લોકોના કલ્યાણ અર્થે ઉપદેશ આપે છે. વળી, ગાથા-૨માં અર્ધવિચારક સાધુએ કહેલ કે બહુ બોલ્યું નિંદાનું સ્થાન છે તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
ગાથા ઃ
નવિ નિંદા મારગ કહેતાં, સમપરિણામે ગહગહતાં; મુનિ અચરિત મનરંગે, જોઈ લીજે બીજે અંગે. ૯ ગાથાર્થ :
સમપરિણામમાં ગહગહતાં-સમપરિણામમાં બોલતા, અને માર્ગને કહેતાં એવા મુનિ, નવિ નિંદા=નિંદાનું સ્થાન નથી, બીજા અંગમાં આર્દ્રચરિત્રને મનરંગે જોઈ લીજે=આર્દ્રચરિત્રમાં માર્ગને કહેતા મુનિ નિંદાનું સ્થાન નથી તે સ્પષ્ટ કરે છે. IIII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org