________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૯
ભાવાર્થ :
મુનિ જગતના તમામ પદાર્થો પ્રત્યે સમપરિણામવાળા હોય છે અને બોલવાની મનોવૃત્તિવાળા પણ નથી; તેથી બોલવું કે નહિ બોલવું બન્ને પ્રત્યે સમભાવવાળા છે અને સમભાવના પરિણામથી ભગવાનના વચનને બોલતા હોય છે, પરંતુ બોલવાની વૃત્તિથી બોલનારા નથી. આ રીતે સમભાવના પરિણામથી યોગ્ય જીવોના ઉપકાર અર્થે માર્ગને કહેતા હોય છે તેવા મુનિ નિંદાનું સ્થાન નથી; પરંતુ જગતના જીવો પ્રત્યેની હિતબુદ્ધિથી ઉપદેશ આપનારા હોવાથી પ્રશંસાનું સ્થાન છે.
વિવેકી એવા મુનિની ઉપદેશની પ્રવૃત્તિ નિંદાનું સ્થાન નથી તેનો નિર્ણય કરવા માટે ગ્રંથકારશ્રી સાક્ષી આપે છે કે સૂયડાંગસૂત્ર નામના બીજા અંગમાં આદ્રકુમારના ચરિત્રમાં મનને રંગે એટલે સાધુએ ધર્મદેશના આપવી એ નિંદાનું સ્થાન નથી એ પ્રકારે મનને સ્થિર કરે એવી આ વાત જોઈ લેવી.
આદ્રકુમારનું ચરિત્ર આ પ્રમાણે છે – “આર્ટમુનિને ગોશાળો મળે છે ત્યારે ગોશાળો આર્તમુનિને કહે છે કે તારા ગુરુ ભગવાન મહાવીર પૂર્વમાં તદ્દન સંગ વગરના એકલા થઈને વિચરતા હતા અને મૌન ધરીને આત્મસાધના કરતા હતા અને હવે ઘણા શિષ્યોને કરીને ઘણાને ઉપદેશ આપીને ઘણા સંગવાળા થઈને ફરે છે. તેથી ભગવાન મહાવીરનું પૂર્વનું જીવન અને અત્યારનું જીવન પરસ્પર વિરોધી છે. માટે જો સંગ વગરની અવસ્થા શ્રેયકારી હોય તો અત્યારે ઉપદેશ આપીને લોકોને શું કામ ભેગા કરે છે ?' આ પ્રકારના ગોશાળાના આક્ષેપમાં આર્વમુનિ કહે છે કે “ભગવાન મહાવીર પૂર્વમાં પણ ભાવથી સંગ વગરના હતા અને વર્તમાનમાં પણ ભાવથી સંગ વગરના છે. ફક્ત લોકોને સન્માર્ગ બતાવવા માટે ઉપદેશ આપે છે. લોકોને ભેગા કરવા કે બહુ બોલવાની મનોવૃત્તિથી ઉપદેશ આપતા નથી.” આ પ્રકારનો ધ્વનિ સૂયડાંગસૂત્રમાં આવતા આદ્રકુમારના ચરિત્રથી પ્રાપ્ત થાય છે.” તેથી જેમ વીર ભગવાન છદ્મસ્થ અવસ્થામાં એકલા વિચરતા હતા ત્યારે દ્રવ્યથી અને ભાવથી પણ સંગ વગરના હતા, તેમ ઉપદેશ આપે છે ત્યારે પણ ભાવથી સર્વથા સંગ વગરના છે ફક્ત લોકો પર ઉપકાર કરવાની બુદ્ધિથી સન્માર્ગનું પ્રકાશન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org