________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૯-૧૦
૭૧ આ પ્રકારના આદ્રકુમારના ચરિત્રથી એ ફલિત થાય છે કે જેમ વીરા ભગવાન ભાવથી સંગ વગરના થઈને લોકોના ઉપકાર અર્થે ઉપદેશ આપે છે તે નિંદાનું સ્થાન નથી, પરંતુ તેમના ઉપદેશથી જ જગતના જીવોનો ઉદ્ધાર થાય છે તેમ નિઃસ્પૃહી એવા ગીતાર્થ મુનિ સર્વ ભાવો પ્રત્યે સમપરિણામવાળા થઈને માર્ગને કહેતા હોય તો તે નિંદાનું સ્થાન નથી, પરંતુ સ્વ-પરના કલ્યાણનું કારણ છે.
ગાથા-૨ થી ૯ સુધી સ્તવનકારે ઉન્માર્ગનું ઉમૂલન કરીને સન્માર્ગનું સ્થાપન કર્યું, તેના દ્વારા સન્માર્ગની સ્તુતિ થાય છે અને સન્માર્ગ બતાવનારા તીર્થકરો છે તેથી સીમંધરસ્વામીની સ્તુતિ થાય છે. llll. અવતરણિકા -
વળી, ભગવાનની સ્તવના કરતાં અન્ય કોઈનો માર્ગ અનુચિત છે, તે બતાવીને સન્માર્ગનું સ્થાપન કરવા ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
કોઈ ભાષે નવિ સમજાવો, શ્રાવકને ગૂઢા ભાવો;
તે જૂઠ કહા લદ્ધઠા, શ્રાવક સૂત્રે ગહિયઠા. ૧૦ ગાથાર્થ :
કોઈ ભાષે કોઈ કહે છે, શ્રાવકોને સૂત્રના ગૂઢા ભાવો સમજાવવા જોઈએ નહિ, તે જુદું છે કોઈ કહે તે જુદું છે. કેમ જવું છે? તેથી કહે છે- સૂત્રમાં શ્રાવક લબ્ધાર્થવાળા અને ગરિષ્ઠ અર્થવાળા કહ્યા છે. ૧૦ના ભાવાર્થ :
કેટલાક સાધુઓ શાસ્ત્ર ભણે છે તોપણ શાસ્ત્રના પરમાર્થને જાણવામાં મંદ બુદ્ધિવાળા હોવાને કારણે કહે છે કે “શ્રાવકોને શાસ્ત્રોના ગૂઢભાવો સમજાવવા જોઈએ નહિ; કેમકે સાધુ જ શાસ્ત્રના ગૂઢભાવોને સમજવા માટે અધિકારી છે.” તેઓનું તે વચન જુદું છે, કેમ કે સૂત્રમાં કહ્યું છે કે શ્રાવકો શાસ્ત્રના લબ્ધાર્થવાળા હોય છે અર્થાત્ શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા હોય છે. એટલું જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org