________________
૭૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૧૦-૧૧ નહિ પણ ગરિષ્ઠ અર્થવાળા હોય છેઅર્થાત્ શાસ્ત્રના ગંભીર અર્થને જાણનારા હોય છે તેથી શ્રાવકોને ગૂઢ અર્થ સમજાવવા નહિ તેમ કહેવું એ શાસ્ત્ર વિરુદ્ધ વચન છે. શ્રાવકોને ફક્ત આગમના સૂત્રો ભણવાનો નિષેધ છે; પરંતુ ગીતાર્થ ગુરુ પાસેથી આગમમાં કહેલા ગંભીર અર્થો પ્રાપ્ત કરીને શ્રાવકો શાસ્ત્રના પરમાર્થને જાણનારા હોય છે અને જો શાસ્ત્રના ગૂઢભાવો તેમને આપવાનો નિષેધ હોય તો શ્રાવકો લબ્ધાર્થવાળા છે અને ગરિષ્ઠ અર્થવાળા છે તેવું શાસ્ત્રમાં પ્રાપ્ત થાય નહિ. I/૧૦માં અવતરણિકા -
વળી, ભગવાનની સ્તવના કરતા અન્ય કોઈનો માર્ગ અનુચિત છે, તે બતાવીને સન્માર્ગનું સ્થાપન કરવા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
કહે કોઈ નવી શી જોડી?, શ્રુતમાં નહીં કાંઈ ખોડી';
તે મિથ્યા ઉદ્ધત ભાવા, શ્રુતજલધિપ્રવેશે નાવા. ૧૧ ગાથાર્થ :
કેટલાક કહે છે. નવી જોડી શી-નવી શાસ્ત્ર રચના શું કામ કરવી જોઈએ ? અર્થાત્ કરવી જોઈએ નહિ; કેમ કે શ્રુતમાં કંઈ ખોડી નથી= ગciધરો દ્વારા રચાયેલા કૃતમાં કંઈ ખામી નથી, જેથી નવી રચના કરવી આવશ્યક બને. તે મિથ્યા=જેઓ નવી રચના કરવાનો નિષેધ કરે છે તે મિથ્યા છે. કેમ મિથ્યા છે તે બતાવતાં કહે છે- ઉદ્ધત ભાવાનું કૃતમાંથી ઉદ્ધત થયેલા ભાવો લઈને કરાયેલી નવી રચના મૃતરૂપી સમુદ્રમાં પ્રવેશવા નાવા છે= નાવ સમાન છે. II૧૧II ભાવાર્થ :
કેટલાક સાધુઓ અર્ધવિચારક છે અને તેઓને લાગે છે કે સર્વજ્ઞ કથિત આગમમાં કંઈ ખામી નથી માટે તે ગ્રંથો જ લોકોને સમજાવવા જોઈએ; પરંતુ નવા ગ્રંથોની રચના કરવી જોઈએ નહિ; કેમ કે નવી રચના કરનારા કંઈ પૂર્વના મહાપુરુષોના વચનોથી અધિક કહી શકવાના નથી, તો પોતાનું આધિક્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org