________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૧-૧૨
ખ્યાપન કરવા અર્થે નવી રચના કરી મહાપુરુષ રચિત શ્રુતની હીનતા કરવી ઉચિત નથી. તેઓનું તે વચન મિથ્યા છે; કેમ કે જે સાધુ ગીતાર્થ છે તેઓ શ્રુતના ગંભી૨ ભાવોના પરમાર્થને જાણનારા છે અને શ્રુતમાંથી તે ગંભીર ભાવોને ગ્રહણ કરીને પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર અર્થે નવી શ્રુત રચના કરે છે, જેનાથી મંદ બુદ્ધિવાળા જીવોને પણ તે શ્રુતના પરમાર્થની પ્રાપ્તિ થાય. જો તે ગીતાર્થ પુરુષો નવી રચના ન કરે તો અલ્પ શક્તિવાળા આરાધક જીવો શ્રુતમાં કહેલા ગંભીર ભાવો પ્રાપ્ત કરી શકે નહિ. વળી, મહાપુરુષોએ પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર અર્થે શ્રુતમાંથી ઉદ્ધૃત કરેલા ભાવો લોકોને સમજાય તે રીતે જે ગ્રંથો રચ્યા છે તે ગ્રંથો આગમરૂપી શ્રુતસમુદ્રમાં પ્રવેશવા નાવ સમાન છે. જેમ નાવ દ્વારા સમુદ્રમાં સુખે પ્રવેશ થઈ શકે તેમ મહાપુરુષોની શ્રુત રચનાથી આગમના પદાર્થોમાં યોગ્ય જીવોનો સુખેથી પ્રવેશ થઈ શકે છે. માટે લોકોના કલ્યાણ અર્થે કરાયેલી નવી શ્રુત રચના આગમની હીનતા બતાવનાર નથી; પરંતુ આગમરૂપી શ્રુત પ્રત્યેની ભક્તિથી કરાયેલ છે અને જેને શ્રુત પ્રત્યે ભક્તિ છે, તેઓ પોતાને આગમમાંથી પ્રાપ્ત થયેલ શ્રુત લોકોને કેમ પ્રાપ્ત થાય તેની ચિંતાથી નવી શ્રુત રચના કરે તો તે દોષરૂપ નથી, પરંતુ ગુણકારી છે. II૧૧॥
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે શ્રુતમાં કાંઈ ખામી નથી તેથી નવી રચના કરવી જોઈએ નહિ, એમ કોઈ કહે છે તે બરાબર નથી; કેમ કે ગીતાર્થો શ્રુતમાંથી ઉદ્ધૃત ભાવોને ગ્રહણ કરીને પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવો માટે શ્રુતના મર્મની પ્રાપ્તિના ઉપાયભૂત જે ગ્રંથો રચે છે તે શ્રુતના રહસ્યની પ્રાપ્તિનું કારણ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે “પૂર્વના સૂરિઓએ તેના માટે ટીકાઓ વગેરે રચેલ છે માટે નવી રચના કરવી ઉચિત નથી” તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે
511211 :
પૂરવસૂરિયે કીધી, તેણે જો નવિ કરવી સિદ્ધિ; તો સર્વે કીધો ધર્મ, નવિ કરવો જોયો મર્મ. ૧૨
Jain Education International
For Personal & Private Use Only
૭૩
www.jainelibrary.org