________________
૭૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૨-૧૩
ગાથાર્થ ઃ
પૂર્વસૂરિઓએ શ્રુતના પ્રવેશ માટે રચનાઓ કરી છે, તેથી વર્તમાનના સાધુઓએ તેની સિદ્ધિ કરવી નહિ=શ્રુતના પદાર્થોની નવી રચના કરવી ઉચિત નથી, તેમ કહેવામાં આવે તો, સર્વએ ધર્મ કર્યો છે= પૂર્વસૂરિઓએ ધર્મનું સેવન કર્યું છે, માટે ધર્મ નવિ કરવો=ધર્મ કરવો જોઈએ નહિ, એ પ્રકારનો જોયો મર્મ=મર્મ જોવો. ।।૧૨।।
ગાથાર્થ :
પૂર્વપક્ષી કહે છે કે “પૂર્વસૂરિઓએ જે શ્રુત રચના કરી છે તેનું મહત્વ લોકોને સમજાવવું જોઈએ, પરંતુ વર્તમાનના સાધુઓએ પોતાની નવી રચનાઓ કરવી જોઈએ નહિ; કેમકે વર્તમાનમાં નવી રચના કરવાથી પૂર્વસૂરિઓએ જે કહ્યું છે તેનાથી પોતે કંઈ અધિક કહે છે તેવી બુદ્ધિ થાય તો પૂર્વસૂરિઓના શ્રુતમાં ખામી છે એમ ફલિત થાય, અને પૂર્વસૂરિઓના શ્રુતમાં કંઈ ખામી નથી માટે નવી રચના કરવી ઉચિત નથી” તેને ગ્રંથકારશ્રી કહે છે કે “પૂર્વસૂરિઓએ ધર્મ કર્યો છે માટે આપણે ધર્મ કરવો જોઈએ નહિ તેમ કહેવું ઉચિત નથી.” પૂર્વસૂરિઓએ જે ધર્મ કર્યો તેનાથી તેઓનું હિત થયું તેમ આપણે પણ હિત સાધવા માટે ધર્મ કરવો જોઈએ તેમ સ્વીકારવું ઉચિત છે. તેથી જેમ પૂર્વસૂરિઓએ શ્રુત પ્રત્યેની ભક્તિથી શ્રુતના ગંભી૨ ભાવો લોકોને પ્રાપ્ત થાય તે પ્રકારે નવી રચના કરી શ્રુતની ભક્તિ કરી છે તેમ ગીતાર્થ સાધુ પણ વર્તમાનમાં પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર અર્થે શ્રુતની ભક્તિ કરવારૂપે નવી રચના કરે તે ઉચિત છે, એ પ્રકારનો મર્મ જોવો જોઈએ.
માત્ર વિચાર્યા વગર એમ કહેવું ઉચિત નથી કે શ્રુતમાં બધું છે, કંઈ ખામી નથી, માટે નવી રચના કરવી જોઈએ નહિ; કેમકે તેમ કહેવાથી શ્રુતની આશાતના થાય છે. [૧]
અવતરણિકા :
પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપ્યું કે પૂર્વસૂરિએ શ્રુતની રચના કરી તેમ વર્તમાનમાં પણ સમર્થ સાધુઓએ શ્રુત રચના કરવી ઉચિત છે. તેથી હવે કેવા સાધુઓએ નવી શ્રુત રચના કરવી ઉચિત છે ? તે બતાવે છે
Jain Education International
For Personal & Private Use Only
―――――
www.jainelibrary.org