________________
ջեւ
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૩ - ૭૫ ગાથા :
પૂરવબુધને બહુમાને, નિજ શક્તિ મારગજ્ઞાને;
ગુરુકુલવાસીને જોડી, યુગતિ એહમાં નહીં ખોડી. ૧૩ ગાથાર્થ :
પૂર્વસૂરિના બહુમાનમાં ગુરુકુલવાસીને નિજ શક્તિ પ્રમાણે માર્ગનું જ્ઞાન થયે છતે જોડી યુગતિ નવી રચના જોડવી યુક્ત છે, તેમાં નહિ ખોડી-એમાં કંઈ ખોટું નથી. II૧૩ી. ભાવાર્થ :
જે સાધુઓ ગુરુકુલવાસમાં રહીને પોતાની શક્તિ પ્રમાણે ભગવાનના માર્ગના પરમાર્થને જાણનારા થયા છે, તેઓ ભગવાનના દરેક વચનોને ઉચિત સ્થાને યોજીને તેના રહસ્યને ધારણ કરે છે અને તે રહસ્યથી આત્માને ભાવિત કરે છે. આવા સાધુઓને પોતાને શ્રુતનું રહસ્ય બતાવનાર પૂર્વસૂરિઓ પ્રત્યે બહુમાન થાય છે અને શ્રુત પ્રત્યેની ભક્તિને કારણે વિચારે છે કે “જેમ પૂર્વસૂરિઓએ શ્રુત રચના કરીને આગમના ગંભીર ભાવો આપણને પ્રાપ્ત થાય તે રીતે તે ભાવોને સ્પષ્ટ કર્યા તેમ પૂર્વસૂરિઓની શ્રુત રચનાના બળથી પોતાને પ્રાપ્ત થયેલા ગંભીર ભાવો પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોને પણ સુખેથી પ્રાપ્ત થાય તેના માટે નવી રચના કરીએ એમાં કોઈ દોષ નથી.”
જેમ આગમના ગંભીર ભાવોને ગ્રહણ કરી પૂજ્ય હરિભદ્રસૂરિજીએ યોગના ગ્રંથોની રચના કરી અને તે યોગગ્રંથો દ્વારા પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજીને આગમના ગંભીર ભાવોની પ્રાપ્તિ થઈ, તેથી પૂજ્ય હરિભદ્રસૂરિજીની તે રચના પ્રત્યે બહુમાનવાળા એવા સ્તવનકાર યશોવિજયજીએ પણ સ્વશક્તિ અનુસાર જે ગ્રંથોની રચના કરી તે શ્રુતની ભક્તિરૂપ છે. તેથી તેમાં કોઈ દોષ નથી. પરંતુ જે સાધુઓમાં શાસ્ત્રના પદાર્થોને તે પ્રકારે જોડવાનું સામર્થ્ય નથી છતાં રાભસિક વૃત્તિથી શ્રુતની રચના કરે છે, તેઓની તે શ્રુત રચના શ્રતની ભક્તિ નથી, પરંતુ શ્રુતની આશાતનારૂપ છે. ll૧all
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org