________________
૭૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૩-૧૪
અવતરણિકા :
પૂર્વની ગાથામાં ગ્રંથકારે કેવા સાધુ શ્રુતની નવી રચના કરે, તો ઉચિત છે તે બતાવ્યું. હવે તે નવી રચનાથી પૂર્વના શ્રુતનો ઉચ્છેદ થશે અર્થાત્ લોકો નવી રચનાને ગ્રહણ કરશે અને પૂર્વસૂરિએ કરેલી શ્રુતની રચના લોકોમાં અસ્થાનને પામશે, એવી કોઈને શંકા થાય તેનું નિવારણ કરવા કહે છે –
ગાથા :
ઈમ યુતનો નહીં ઉચ્છેદ, એ તો એકદેશનો ભેદ;
એ અર્થ સુણી ઉલ્લાસે, ભવી વરતે શ્રુતઅભ્યાસે. ૧૪ ગાથાર્થ -
એમ શક્તિ સંપન્ન સાધુ નવી રચના કરે એમાં, મૃતનો ઉચ્છેદ નથી, કેમ કૃતનો ઉચ્છેદ નથી. તેથી કહે છે- એ તો નવી રચના કરી એ તો, એકદેશનો ભેદ છે=ભૂતના એકદેશનો ભેદ છે, એ અર્થને સાંભળીને નવી રચનારૂપ શ્રુતના એકદેશના અર્થને સાંભળીને, યોગ્ય જીવો શ્રતના અભ્યાસમાં ઉલ્લાસથી વર્તે છે. ll૧૪ ભાવાર્થ
ગીતાર્થ સાધુ આગમના ગંભીર અર્થોને જાણીને, તે અર્થે યોગ્ય જીવોને સુખેથી પ્રાપ્ત થાય તે અર્થે શ્રુતની નવી રચના કરે, તે નવી રચનાથી ગણધરોએ કરાયેલ મૃતનો ઉચ્છેદ થતો નથી; કેમ કે આ નવી રચના સ્વમતિ અનુસાર કરાયેલી નથી પણ ગણધર રચિત શ્રુતમાંથી ઉદ્ધત ભાવોને આશ્રયીને કરાયેલી છે. તેથી ગણધરોએ રચેલા શ્રુતના એકદેશરૂપ જ આ નવી રચના છે.
વળી, આ નવી રચનાથી શ્રુતના ગંભીર અર્થો ગ્રહણ કરવા માટે અસમર્થ એવા પણ યોગ્ય જીવો શ્રુતના ગંભીર ભાવોના પરમાર્થને પ્રાપ્ત કરે છે અને શ્રુતના ભાવોના અર્થને સાંભળીને યોગ્ય જીવો શ્રુતના અભ્યાસમાં ઉલ્લાસ પામે છે, તેથી ગણધરોએ રચેલા શ્રુતની જ વૃદ્ધિ થાય છે; કેમ કે તે યોગ્ય જીવોને ગણધરોએ રચેલા શ્રતના પરમાર્થની પ્રાપ્તિ થઈ. જો સમર્થ પુરુષોએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org