________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૪/ગાથા-૧૪-૧૫ ૭૭ આ રચના ન કરી હોત તો તે યોગ્ય જીવોને શ્રુતમાં રહેલા ગંભીર ભાવોની પ્રાપ્તિ થાત નહિ. તેથી ગણધર રચિત શ્રુતની વૃદ્ધિના ઉપાયભૂત જ વર્તમાન ગીતાર્થોની શ્રુતની રચના છે; પરંતુ ગણધરોએ રચાયેલા શ્રુતના ઉચ્છેદનું કારણ નથી. II૧૪ll અવતરણિકા :
પૂર્વની ગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ગીતાર્થની નવી રચનાથી કૃતનો ઉચ્છેદ થતો નથી, તે કથનથી અર્થથી એ ફલિત થયું કે તે શ્રતની રચનાથી શ્રુતની ભક્તિ થાય છે, યોગ્ય જીવોનો ઉપકાર થાય છે અને તે શ્રતની નવી રચના કરનારને પણ શુભાશયને કારણે નિર્જરાતી પ્રાપ્તિ થાય છે. આમ છતાં, કેટલાક જીવોનું મન દુભાય છે તે એક દૂષણ છે તોપણ નવી રચના કરવી ઉચિત છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
ઈહાં દૂષણ એક કહાય, જે ખલને પીડા થાય;
તો પણ એ નવિ છોડીજે, જો સજ્જનને સુખ દીજે. ૧૫ ગાથાર્થ :
ઈહાં ગીતાર્થે કરેલી નવી રચનામાં, એક દૂષણ કહેવાય છે, જે ખલને પીડા થાય છેઅર્ધવિચારક સાધુઓ મુગ્ધતાથી ગણધરો પ્રત્યેની ભક્તિને કારણે નવી શ્રત રચનાનો નિષેધ કરે છે, તેવા ખેલ પુરુષરૂપ અર્થ વિચારક સાધુનું, ગીતાર્થની નવી રચનાથી ચિત દુભાય તોપણ જો તે નવી રચના સજ્જનોને સુખ આપે તેવી હોય તો આ નવી રચના કરવાનું કૃત્ય છોડવું જોઈએ નહિ. I૧૫l. ભાવાર્થ -
કોઈ ગીતાર્થ સાધુ કૃતમાંથી ઉદ્ધત કરાયેલા ભાવોને આશ્રયીને યોગ્ય જીવોના ઉપકાર અર્થે શ્રુતની નવી રચના કરે, તે રચનામાં અનેક ગુણો હોવા છતાં એક દૂષણ છે એમ કહી શકાય કે જે ખલ જીવોને પીડા કરે છે અર્થાત્ જે રચના જગતના સર્વ જીવોના ઉપકાર માટે કરાયેલી છે, તોપણ જે સાધુઓની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org