________________
૦૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૧૫-૧૬ એવી બુદ્ધિ છે કે “ગણધરોના રચાયેલા શ્રતને છોડીને અન્ય રચનાઓ કરવી તે ગણધરોના શ્રુતની ન્યુનતા કરવા જેવું છે” તેવા ખેલ જીવોને પીડા કરે છે, તોપણ જો તે નવી રચનાથી સજ્જન પુરુષોને સુખ થતું હોય તો પલ જીવોની પીડાના પરિવાર અર્થે તે નવી રચના કરવાનું છોડવું જોઈએ નહિ.
આનાથી એ ફલિત થાય છે કે શ્રુતના ઉદ્ધત ભાવોને લઈને ગીતાર્થો દ્વારા કરાયેલી નવી રચનાને જોઈને સજ્જનોને પ્રીતિ ઉત્પન્ન થાય છે, કેમ કે તેમને તે નવી રચનાના બળથી શ્રુતના ગંભીર ભાવોની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે સાધુઓ ગીતાર્થ નથી અને સ્વમતિ કલ્પનાથી નવી રચના કરે છે તે નવી રચના શ્રુત સાથે સંવાદી નહિ હોવાને કારણે સજ્જન પુરુષને પ્રીતિ કરનારી બનતી નથી. તેથી તે નવી રચના સુંદર આશયથી કરાયેલી હોય તોપણ ભગવાનના શ્રુતના વિનાશનું જ કારણ છે, માટે તેવી નવી રચના કરવી ઉચિત નથી. II૧પ અવતરણિકા -
પૂર્વગાથામાં કહ્યું કે ગીતાર્થ દ્વારા કરાયેલી નવી રચનામાં એક દૂષણ કહી શકાય કે જે ખલને પીડા કરે છે. પરંતુ આ નવી રચનાના ફલથી ખલની પીડાતો પણ પરિહાર થાય છે તે બતાવીને શાસ્ત્રાનુસારી નવી રચના એકાંતે કલ્યાણકારી છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
તે પુણ્ય હોસે તોષ, તેહને પણ ઈમ નહિ દોષ;
ઉજમતાં હિયડે હીસી, જોઈ લીજે પહેલી વીસી. ૧૬ ગાથાર્થ :
તે નવી ગ્રંથ રચના કરવાથી, પુણ્ય સન્માર્ગના વિસ્તારરૂપ સુકૃત્યમાં, તેહને પણ ખલને પણ, તોષ થશે સન્માર્ગના વિસ્તારથી જગતના સર્વ જીવોનું અને જગતના સર્વ જીવ અંતર્ગત જે ખલ પુરુષો છે તેમનું પણ હિત થવાથી ફળથી તેઓને પણ તોષ થશે, ઈમ નહિ દોષ=આ રીતે નવી ગ્રંથ રચનામાં કોઈ દોષ નથી. ઉજમતા નવી ગ્રંથ રચના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org