________________
૧૯૩
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮|ગાથા-૨૨-૨૩ પર આરૂઢ થઈ યાવત્ વીતરાગ અને સર્વજ્ઞ થાય છે અને કર્મબંધના અંતિમ કારણભૂત યોગનો વિરોધ કરે છે. આ રીતે અપુનબંધકથી ચરમગુણસ્થાનકના તે તે ભાવોમાં ભગવાનની આજ્ઞા છે એમ માર્ગના જાણનારા ભાખે છે. રિરા અવતરણિકા :
અહીં પૂર્વપક્ષી કહે કે પૂર્વના આચાર્યો એક અહિંસામાં જ ભગવાનની આજ્ઞા છે તેમ કહે છે. તેથી અહિંસાના પાલનરૂપ ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિ આજ્ઞા છે, અપવાદ છાંદો છે તેમ કહીએ તો શું વાંધો ? તેને જવાબ આપતા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
એક અહિંસામાં જે આણા, ભાખે પૂરવ સૂરિ;
તે એકાંત મતિ નવિ ગ્રહિયે,તિહાં નથવિધિ છે ભૂરિ. મન. ૨૩ ગાથાર્થ :
પૂર્વસૂરિ એક અહિંસામાં જે આજ્ઞા કહે છે તે એકાંત મતિથી ગ્રહણ કરવી જોઈએ નહિ; કેમ કે તેમાં એક અહિંસામાં ભગવાનની આજ્ઞા છે એ કથનમાં, ઘણા પ્રકારની નથવિધિ છે. ll૨૩ ભાવાર્થ :
“અહિંસા પરમો ધર્મ છે” એ પ્રકારના પૂર્વસૂરિના વચનનું સ્મરણ કરીને પૂર્વપક્ષી કહે છે કે ભગવાનની આજ્ઞા અહિંસાના પાલનરૂપ છે. માટે અન્ય સર્વ પ્રવૃત્તિ છોડીને અહિંસાના પાલન માટે જ ઉદ્યમ કરવો જોઈએ અને અહિંસાનું પાલન ઉત્સર્ગની પ્રવૃત્તિથી થાય છે, માટે ઉત્સર્ગની પ્રવૃત્તિને ધર્મ સ્વીકારવો જોઈએ તેનું નિરાકરણ કરતા ગ્રંથકારશ્રી કહે છે.
એક અહિંસામાં આજ્ઞાને કહેનારા પૂર્વસૂરિનું વચન એકાંત મતિથી ગ્રહણ કરવું જોઈએ નહિ; કેમ કે પૂર્વસૂરિઓના તે કથનમાં અનેક પ્રકારનો નયવાદ છે. આનાથી એ ફલિત થાય કે અહિંસા ધર્મ છે એમ કહીને પૂર્વપક્ષી માત્ર બાહ્ય અહિંસા પાલનમાં જ ધર્મ સ્વીકારે છે તે ઉચિત નથી, પરંતુ અહિંસા વિષયક અનેક પ્રકારનો નયવાદ છે તે સર્વને સામે રાખીને પૂર્વસૂરિઓના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org