________________
૧૯૨
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૮|ગાથા-૨૨ છે તે ભાવોની અપેક્ષાએ જે કૃત્યો છે તે સર્વમાં ભગવાનની આજ્ઞા છે અર્થાત્ વીતરાગ થવાને અનુકૂળ ભાવોની અપેક્ષાએ ઉત્સર્ગ કત્યો છે ત્યારે ઉત્સર્ગની આજ્ઞા છે અને અપવાદ કૃત્યો છે ત્યારે અપવાદની આજ્ઞા છે એ પ્રમાણે માર્ગના જાણનારા ભાખે છે.
અહીં વિશેષ એ છે કે સંસારી જીવોમાં રાગ-દ્વેષના ભાવો વર્તે છે. તેઓ પોતાના ઇષ્ટ પદાર્થ પ્રત્યે રાગ કરે છે, અનિષ્ટ પદાર્થ પ્રત્યે દ્વેષ કરે છે અને નિરર્થક પદાર્થ પ્રત્યે ઉપેક્ષા કરે છે. વસ્તુતઃ જીવને માટે આત્માનો નિરાકૂળ ભાવ ઇષ્ટ છે અને મોહથી આકૂળ ભાવ અનિષ્ટ છે અને જગતના બાહ્ય ભાવો ઉપેક્ષણીય છે; કેમ કે આત્માથી ભિન્ન એવા બાહ્ય ભાવોથી જીવને કંઈ પ્રાપ્ત થતું નથી કે કંઈ અનર્થ થતો નથી, પરંતુ જીવના મોહથી આકૂળ ભાવો દ્વારા જ અનર્થ થાય છે અને મોહના અનાકુળ ભાવોથી જીવનું હિત થાય છે અને જીવના હિત અર્થે ભગવાને સંસારના કારણભૂત એવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ ભાવ વર્જવાના કહ્યા છે અને મિથ્યાત્વાદિ ભાવોથી વિપરીત એવા સમ્યકત્વ, વિરતિ, અકષાય અને યોગનિરોધરૂપ ભાવોમાં ભગવાનની આજ્ઞા છે.
અપુનબંધક જીવ આદ્ય ભૂમિકામાં મુક્તિના અષવાળો થાય છે, ત્યાર પછી ઇષદ્ મુક્તિના રાગવાળો થાય છે તે ભાવ મોક્ષને અનુકૂળ છે તેમાં ભગવાનની આજ્ઞા છે. સમ્યગ્દષ્ટિ જીવો આત્માના વીતરાગતા આદિ પારમાર્થિક ભાવ પ્રત્યે તીવ્ર રાગવાળા થાય છે અને સંસારના ભાવો પ્રત્યે તીવ્ર ષવાળા થાય છે તેમાં પણ ભગવાનની આજ્ઞા છે. વળી સુસાધુ એક મોક્ષના રાગવાળા, મોક્ષથી વિપરીત ભાવ પ્રત્યે દ્વેષવાળા અને જગત પ્રત્યે ઉપેક્ષાવાળા થાય છે તેથી સર્વ ઉદ્યમથી વીતરાગ થવાના ઉપાયોમાં ઉચિત ઉદ્યમ કરે છે અને વીતરાગ થવામાં બાધક એવા વિપરીત ભાવોને કાઢવા અર્થે તે વિપરીત ભાવો પ્રત્યે દ્વેષ ધારણ કરે છે. એટલે સાધુ ઉત્સર્ગથી વીતરાગ થવાના ઉપાયોનું સેવન કરે છે અને ઉત્સર્ગથી વીતરાગ થવાનો યત્ન અસંભવ દેખાય ત્યારે અપવાદથી પણ વીતરાગ થવાનો ઉદ્યમ કરે છે અને જ્યારે વીતરાગતા પ્રત્યે તીવ્ર રાગ થાય છે અને સંસારના ભાવો પ્રત્યે તીવ્ર દ્વેષ થાય છે, અને જગતના ભાવો પ્રત્યે અત્યંત ઉપેક્ષા થાય છે ત્યારે વીર્યનો પ્રકર્ષ થાય તો યોગી ક્ષપકશ્રેણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org