________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૨૧-૨૨
અર્થાત્ ઉત્સર્ગના સેવનની અપેક્ષાએ ધર્મ અને અપવાદના સેવનની અપેક્ષાએ અધર્મ એ પ્રકારનો મિશ્રપક્ષ ઘટે નહીં. હવે અપવાદને છાંદો સ્વીકારીએ તો=અપવાદ ભગવાનની આજ્ઞારૂપ નથી એમ સ્વીકારીએ તો, કલ્પભાષ્યસૂત્રના વચન પ્રમાણે અપવાદથી પ્રવૃત્તિ કરનાર મુનિમાં મિશ્રપક્ષ માનવો પડે અને કલ્પભાષ્યસૂત્રના વચન પ્રમાણે પ્રવૃત્તિ કરનાર મુનિમાં શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ હોવાને કારણે મિશ્રપક્ષનો અભાવ છે તેમ સ્વીકારવું પડે અને શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરનારા મહાત્મામાં મિશ્રપક્ષનો અભાવ સ્વીકારનાર વચન અપવાદને છાંદો સ્વીકા૨વા માટે અનુકૂળ નથી, માટે અપવાદને છાંદો સ્વીકારી શકાય નહિ . II૨૧॥
અવતરણિકા :
ગાથા-૨૦માં કહેલ કે મુખ્યપણે મોક્ષને અનુકૂળ ભાવમાં ભગવાનની આજ્ઞા છે અને તેના કારણરૂપે ઉત્સર્ગની અને અપવાદની આજ્ઞા છે. તેથી હવે, ભગવાનની મોક્ષને અનુકૂળ એવા ભાવમાં આજ્ઞા શું છે ? તે બતાવીને તેને અનુરૂપ ઉત્સર્ગ અપવાદની આજ્ઞા છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે -
21121 :
અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ;
ભાવઅપેક્ષાયે જિન આણા, મારગ ભાનેં જાણ. મન. ૨૨
૧૯૧
ગાથાર્થ ઃ
અપુનર્બંધકથી માંડીને ચરમ ગુણસ્થાનક સુધી=ચૌદમાં ગુણસ્થાનક સુધી, ભાવ અપેક્ષાએ=મોક્ષને અનુકૂળ એવા ભાવની અપેક્ષાએ, ભગવાનની આજ્ઞા છે. એમ માર્ગ ભાખે જાણ=માર્ગના જાણનારા ભાખે છે. II૨૨/
ભાવાર્થ :
ભગવાન વીતરાગ સર્વજ્ઞ છે અને વીતરાગ સર્વજ્ઞ થવાને અનુકૂળ જે જે ભાવો છે તે સર્વ ભાવો કરવાની વીતરાગની મુખ્યપણે આજ્ઞા છે અને અપુનર્બંધકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધીના જીવોનાં વીતરાગ થવાને અનુકૂળ જે ભાવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org