________________
૧૯૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૮/ગાથા-૨૧ આજ્ઞારૂપ ન સ્વીકારવામાં આવે અને છાંદો સ્વીકારવામાં આવે તો
લ્પભાષ્ય વચનાનુસાર પ્રવૃતિ કરનારા મુનિઓમાં ઉત્સર્ગના સેવન અંશથી ધર્મ અને અપવાદના સેવન અંશથી અધર્મ એ રૂપ ધર્મ-અધર્મ સ્વરૂપ મિશ્રપક્ષ માનવો પડે અને મુનિને ધર્મ-અધર્મરૂપ મિશ્રપક્ષ સ્વીકારી શકાય નહિ તે બતાવવા અર્થે કહે છે. મિશ્રપક્ષ તો મુનિને ઘટે નહિ, તેહ=મુનિને મિશ્રપક્ષ ઘટે નહિ તેહ, અનુકૂળ નથી=અપવાદને છાંદો સ્વીકારવામાં અનુકૂળ નથી. ll૧ll ભાવાર્થ :
બાહ્ય અહિંસાને અહિંસા રૂપે સ્વીકારીને અહિંસાને જ ધર્મ માનનાર પૂર્વપક્ષી ઉત્સર્ગને આજ્ઞારૂપે સ્વીકારે છે કેમ કે ઉત્સર્ગની પ્રવૃત્તિ નિર્દોષ ભિક્ષાચર્યાદિની પ્રવૃત્તિરૂપ છે તેથી અહિંસાના પાલનરૂપ છે અને અપવાદને છાંદો કહે છે; કેમ કે બાહ્ય અહિંસાના પાલનથી વિપરીત પ્રવૃત્તિ છે. પૂર્વપક્ષીનું આ વચન યુક્ત નથી તે બતાવવા ગાથા-૧૯માં ઉત્સર્ગ અપવાદ સાધારણ વિધિવાદ છે તેમ ગ્રંથકારશ્રીએ કહેલ. તેને પુષ્ટ કરવા કહે છે કે કલ્પભાષ્યસૂત્રમાં સાધુને અપવાદથી પ્રવૃત્તિ કરવાના જે વચનો ઉપલબ્ધ છે તે વચનો ભગવાનની આજ્ઞાના મૂલ છે. જો ભગવાનની આજ્ઞા માત્ર ઉત્સર્ગ રૂપ હોય અને અપવાદ રૂપ ન હોય તો અપવાદથી તે તે પ્રકારે પ્રવૃત્તિ કરવાના વચનો કલ્પભાષ્યસૂત્રમાં કહ્યા ન હોત. તેથી કલ્પભાષ્યસૂત્રના વચનથી નક્કી થાય છે કે અપવાદમાં પણ ભગવાનની આજ્ઞા છે.
વળી અપવાદમાં ભગવાનની આજ્ઞા છે તેમ સ્વીકારવામાં ન આવે તો જે મુનિ કલ્પભાષ્યસૂત્રના વચનાનુસાર સંયમની સર્વ પ્રવૃત્તિ કરે છે તે મુનિમાં મિશ્રપક્ષ માનવો પડે અર્થાત્ ઉત્સર્ગ સેવન અંશથી અહિંસારૂપ ધર્મ છે અને અપવાદ સેવન અંશથી હિંસારૂપ અધર્મ છે. માટે મુનિમાં ધર્મ-અધર્મરૂપ મિશ્રપક્ષ છે તેમ માનવું પડે. પરંતુ મુનિએ પાંચ મહાવ્રત સ્વીકારેલા છે તેમાં પહેલું મહાવ્રત સંપૂર્ણ અહિંસાના પાલનરૂપ છે અને જે મુનિ કલ્પભાષ્યસૂત્રનાં વચનાનુસાર અપવાદથી પ્રવૃત્તિ કરે છે, તેમાં પહેલું મહાવ્રત નથી એમ કહી શકાય નહીં; કેમ કે શાસ્ત્રવચનથી પ્રવૃત્તિ કરનારા છે અને જે મુનિમાં સંપૂર્ણ અહિંસાના પાલનરૂપ પહેલું મહાવ્રત હોય તે મુનિમાં મિશ્રપક્ષ ઘટે નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org