________________
૧૮૯
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮|ગાથા-૨૦-૨૧ ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે ભગવાનની આજ્ઞા ઉત્સર્ગ અપવાદ સાધારણ છે માટે જેઓ ઉત્સર્ગને આજ્ઞા કહે છે અને અપવાદને છાંદો કહે છે તેમનું વચન મિથ્યા છે અને ભગવાનની ઉત્સર્ગ અપવાદરૂપ સાધારણ આજ્ઞા કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે.
ભગવાનની મુખ્ય આજ્ઞા જેમ ભાવમાં છે અર્થાત્ સર્વ ઉદ્યમથી મોહનું ઉમૂલન કરીને વીતરાગભાવમાં ઉદ્યમ કરવારૂપ ભાવમાં છે, તેમ તેના કારણમાં પણ છે. આથી ઉત્સર્ગ માર્ગરૂપ નિર્દોષ ભિક્ષાચર્યાથી સાધુ સમભાવના કંડકોની વૃદ્ધિ કરી શકે ત્યારે ભગવાનની આજ્ઞા ઉત્સર્ગ માર્ગમાં છે અને જ્યારે ઉત્સર્ગ માર્ગરૂપ નિર્દોષ ભિક્ષાચર્યાદિ દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિ થાય તેમ ન હોય ત્યારે સંયમના કંડકોની વૃદ્ધિને અનુકૂળ ભાવ ના કારણરૂપ અપવાદમાં પણ ભગવાનની આજ્ઞા છે; કેમ કે જે કાર્યને ઇચ્છે છે તે કારણને ઇચ્છે છે. તેથી સંયમના કંડકની વૃદ્ધિરૂપ કાર્યને ઇચ્છનાર સાધુ ઉત્સર્ગથી સંયમના કંડકો વૃદ્ધિ થાય ત્યારે ઉત્સર્ગને ઇચ્છે છે અને અપવાદથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય ત્યારે અપવાદને ઇચ્છે છે. અને આ પ્રકારે સંયમના કંડકના વૃદ્ધિના ઉપાયરૂપે ઉત્સર્ગને કે અપવાદને મુનિ ઇચ્છે છે તે તેની શુભમતિ છે. llરના અવતરણિકા :
ગાથા-૧૯માં કહ્યું કે ભગવાનની આજ્ઞા ઉત્સર્ગ અપવાદ સાધારણ વિધિવાદ રૂપ છે અને તેની પુષ્ટિ ગાથા-૨૦માં કરી. હવે, કલ્પભાષ્યસૂત્રતા વચનથી પણ અપવાદ આજ્ઞારૂપ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
કલ્પે વચન કહ્યું અપવાદે, તે આણાનું રે મૂલ;
મિશ્રપક્ષ તો મુનિને ન ઘટે, તેહ નહી અનુકૂલ. મન. ૨૧ ગાથાર્થ -
કલ્પમાં કલાભાષ્યમાં, અપવાદે અપવાદને આશ્રયીને, વચન કહ્યું છે તે આજ્ઞાનું મૂળ છે ભગવાનની આજ્ઞારૂપ છે, અને જો અપવાદને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org