________________
૧૮૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૧૯-૨૦ કહે છે અર્થાત્ ભગવાનની આજ્ઞારૂપ પ્રવૃત્તિ નથી પરંતુ પ્રમાદવશ થયેલી સ્વછંદ પ્રવૃત્તિ છે તેમ કહે છે, તેના તે વચનને ગ્રંથકારશ્રી મિથ્યા કહે છે. કેમ મિથ્યા છે તે સ્પષ્ટ કરતા કહે છે કે તેઓ ભગવાનના વચનના અર્થને પામેલ નથી માટે અપવાદને છાંદો કહે છે.
અહીં પ્રશ્ન થાય કે ઉત્સર્ગ માર્ગ પ્રત્યે રુચિવાળા તે જીવો નિર્દોષ ભિક્ષાચર્યાદિ પ્રવૃત્તિને ધર્મ સ્વીકારે છે, તેથી ભગવાનના વચનના અર્થને પામ્યા નથી તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે.
સાધારણ વિધિવાદ છેઃઉત્સર્ગ-અપવાદ સાધારણ વિધિવાદ છે. આશય એ છે કે મોક્ષની પ્રાપ્તિ અર્થે જે ઉચિત પ્રવૃત્તિ હોય તેનું વિધાન કરનારા વચનો વિધિવાદ છે અને મોક્ષની પ્રાપ્તિમાં જે બાધક પ્રવૃત્તિ હોય તેના નિષેધને કહેનારા વચનો નિષેધવાદ છે. અને ભગવાને માત્ર ઉત્સર્ગની વિધિ કહેલ નથી, પરંતુ ઉત્સર્ગ-અપવાદ સાધારણ વિધિ કહેલ છે. જ્યારે માત્ર અહિંસાને ધર્મ માનનાર ઉત્સર્ગ અપવાદાત્મક સાધારણ વિધિવાદને છોડીને માત્ર ઉત્સર્ગને આજ્ઞા કહે છે તેથી ભગવાનના વચનના અર્થને પામેલ નથી. ll૧૯ અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે ઉત્સર્ગ અપવાદ સાધારણ વિધિવાદ છે. તેથી હવે ઉત્સર્ગ અપવાદ સાધારણ વિધિવાદ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
મુખ્યપણે જિમ ભાવે આણા, તિમ તસ કારણ તેહ;
કાર્ય ઇચ્છતો કારણ ઇચ્છે, એ છે શુભમતિ રેહ. મન. ૨૦ ગાથાર્થ :
મુખ્યપણે જેમ ભાવમાં-મોક્ષને અનુકૂળ એવા ભાવમાં, આજ્ઞા છે તેમ તેનું કારણભાવનું કારણ, તેહ છે=આજ્ઞાનો વિષય છે. ભાવનું કારણ આજ્ઞાનો વિષય કેમ છે? તેથી કહે છે. કાર્યને ઈચ્છતો કારણને ઈચ્છે છે એ શુભમતિ છે. ર૦||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org