________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૧૮-૧૯ ૧૮૭ એવી ઉત્સર્ગ અને અપવાદની બાહ્ય આચરણા યથાર્થ સ્થાને કરવાથી વીતરાગતાને અનુકૂળ ઉદ્યમ થાય છે, તેથી મુનિ ઉત્સર્ગ અપવાદને યથાર્થ સ્થાને યોજીને ભાવઅહિંસાનું પાલન કરે છે માટે મુનિ સંપૂર્ણ અહિંસકભાવવાળા છે. ll૧૮II અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે જે સાધુ ઉત્સર્ગ-અપવાદથી ભગવાનની વાણી જાણે તે સાધુ સર્વ અહિંસાને યથાર્થ સ્થાને જોડે, ત્યાં માત્ર બાહ્ય અહિંસાને ધર્મરૂપે સ્વીકારનાર કેટલાક ઉત્સર્ગને જ ભગવાનની આજ્ઞા માને છે તે ઉચિત નથી, તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
કોઇ કહે ઉત્સર્ગે આણા, છાંદો છે અપવાદ;
તે મિથ્યા આણપામે અર્થે, સાધારણ વિધિવાદ. મન. ૧૯ ગાથાર્થ -
કોઈ કહે છે જે માત્ર બાહ્ય અહિંસામાં ધર્મ માને છે એવા કોઈ કહે છે, ઉત્સર્ગમાં આણા છે. અપવાદ છાંદો છે અપવાદ ભગવાનની આજ્ઞા નથી, પરંતુ પ્રમાદથી લેવાયેલો માર્ગ છે. તે મિથ્યા-કોઈક જે કહે છે તે મિથ્યા છે, કેમ મિથ્યા છે ? તેથી કહે છે. અણપામે અર્થે=ભગવાનના વચનના અર્થને પામ્યા વગર તે કહે છે માટે મિથ્યા છે. ભગવાનના વયનને તે કેમ પામ્યો નથી? તેથી કહે છે, સાધારણ વિધિવાદ છે-ઉત્સર્ગ અપવાદ ભગવાનની આજ્ઞારૂપ સાધારણ વિધિવાદ છે. II૧૯ll ભાવાર્થ :
જેઓ માત્ર બાહ્ય અહિંસામાં ધર્મને જોનારા છે તેઓને સંયમ જીવનની નિર્દોષ ભિક્ષાચર્યાદિ સર્વ ઉત્સર્ગની આચરણામાં ધર્મ દેખાય છે; કેમ કે ઉત્સર્ગની આચરણામાં બાહ્યથી સર્વથા અહિંસાનું પાલન છે. વળી, માત્ર બાહ્ય અહિંસા જોનારને આત્માના ભાવપ્રાણના રક્ષણરૂપ અહિંસા પ્રત્યે ઉપેક્ષા છે તેથી તેવા સંયોગમાં આત્માના ભાવપ્રાણના રક્ષણ અર્થે સાધુની બાહ્યથી અહિંસાના પાલનની અભાવવાળી અપવાદિક દોષિત ભિક્ષા આદિની પ્રવૃત્તિ ને છાંદો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org