________________
૧૮૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૮|ગાથા-૧૮ સ્વરૂપ સ્વીકારે છે તેઓ જિનવચનના પરમાર્થ પામેલા છે, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
ભાવે જે અહિંસા માને, તે સવિ જોડે ઠામ;
ઉત્સર્ગ અપવાદે વાણી, જિનની જાણે જામ. મન. ૧૮ ગાથાર્થ :
ભાવે=ભાવથી રાગાદિના ઉમૂલનને અનુકૂળ અંતરંગ પરિણામથી, જે અહિંસા માને તે પુરુષ, જામ-જ્યારે, ઉત્સર્ગ અપવાદથી જિનની વાણી જાણે ત્યારે, સવિ જોડે ઠામ=સર્વ શાસ્ત્રોના વચનોને યથાર્થ સ્થાને જોડે. II૧૮II ભાવાર્થ :
જે સાધુ ભગવાનના વચનાનુસાર હેતુઅહિંસા, સ્વરૂપઅહિંસા અને અનુબંધઅહિંસાના પારમાર્થિક સ્વરૂપને જાણે છે ત્યારે પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરવું એ મુખ્ય અહિંસા છે અને તે અહિંસાની નિષ્પત્તિના અંગરૂપે હેતુઅહિંસા અને સ્વરૂપઅહિંસા છે તેવું જાણે છે. તેથી તે મહાત્માને નિર્ણય થાય છે કે આત્માને સર્વજ્ઞના વચનથી સતત વાસિત કરવો જોઈએ અને સર્વજ્ઞના વચનથી વાસિત કર્યા પછી સર્વજ્ઞના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જેથી પોતાના ભાવપ્રાણનું રક્ષણ થાય અને ભાવપ્રાણના રક્ષણના અંગરૂપે તે મહાત્મા ભગવાનના ઉત્સર્ગ અપવાદના વચનો યથાસ્થાને જોડે છે. આવા મહાત્મા ઉત્સર્ગની પ્રવૃત્તિથી પોતાના ભાવપ્રાણનું રક્ષણ થાય ત્યારે ઉત્સર્ગમાં પ્રવૃત્તિ કરીને પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરે છે અને ઉત્સર્ગથી કરાતી પ્રવૃત્તિ દ્વારા પોતાના ભાવપ્રાણનું રક્ષણ થતું ન દેખાય ત્યારે અપવાદથી પ્રવૃત્તિ કરીને પણ તે મહાત્મા પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરે છે. મુનિ ભગવાનના આવા દરેક વચનને યથાર્થ સ્થાને જોડે છે, માટે તેમનામાં સદા અહિંસકભાવ વર્તે છે.
ભાવથી અહિંસા એટલે પૂર્ણ ઉદ્યમથી વીતરાગ થવાને અનુકૂળ અંતરંગ વ્યાપાર અને સર્વ ઉદ્યમથી વીતરાગ થવાને અનુકૂળ વ્યાપારમાં ઉપષ્ટભક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org