________________
૧૮૫
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૮|ગાથા-૧૭-૧૮ અવતરણિકા :
બાહ્ય હિંસાના ત્યાગ માત્રથી મુનિને અહિંસકભાવ સ્વીકારવામાં શું દોષ પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા :
હિંસા માત્ર વિના જો મુનિને, હોય અહિંસકભાવ;
સૂક્ષ્મએકૅન્દ્રિયને હોવે, તો તે શુદ્ધ સ્વભાવ. મન. ૧૭ ગાથાર્થ :
હિંસા માત્ર વિના=બાહ્ય જીવોની હિંસાના સર્વથા પરિહારથી, જો મુનિને અહિંસકભાવ હોય તો, તે અહિંસકભાવરૂપ તે શુદ્ધ સ્વભાવ, સૂક્ષ્મ એકેદ્રિયને હોવ=પ્રાપ્ત થાય. ભાવાર્થ -
ગાથા-૧માં કોઈકે કહેલ કે સિદ્ધાંતમાં અહિંસા ધર્મ સારરૂપ છે અને તે અહિંસાથી પૂર્વપક્ષી બાહ્ય જીવો માટેના રક્ષણને અનુકૂળ યતનાને ગ્રહણ કરે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે કે બાહ્ય હિંસા માત્રના અભાવને કારણે જો મુનિમાં અહિંસકભાવ છે તેમ સ્વીકારવામાં આવે તો તેવો અહિંસાનો શુદ્ધ સ્વભાવ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં માનવો પડે; કેમ કે તે જીવોનું શરીર અતિ સૂક્ષ્મ હોવાથી તેમના દેહથી કોઈ જીવોનો ઉપઘાત થતો નથી. વળી, પોતાની જીવન વ્યવસ્થા માટે પણ તેઓને કોઈ અન્ય જીવોની હિંસાની આવશ્યકતા નથી. તેથી તેઓના જીવનમાં અન્ય જીવોની લેશ પણ હિંસા નથી આમ છતાં અનુબંધથી હિંસા હોવાને કારણે સૂક્ષ્મ એકૅન્દ્રિય જીવો સતત જ્ઞાનાવરણીય આદિ કર્મો બાંધે છે તેથી શાસ્ત્રકારો તેઓમાં અહિંસા સ્વીકારતા નથી. અને જો પૂર્વપક્ષી જે પ્રકારે અહિંસાને ધર્મ કહે છે તે પ્રકારની અહિંસાને ધર્મ તરીકે સ્વીકારીએ તો સૂક્ષ્મ એકેન્દ્રિયને પૂર્ણ અહિંસક માનવાની આપત્તિ આવે. ll૧ના અવતરણિકા :
પૂર્વ ગાથામાં ગ્રંથકારશ્રીએ માત્ર બાહ્ય અહિંસાથી અતિભાવ નથી તેમ સ્થાપન કર્યું. હવે જેઓ અનુબંધથી અહિંસાને ગ્રહણ કરીને અહિંસાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org