________________
૧૮૪
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૮|ગાથા-૧૬
ગાથા :
લાગે પણ લગવે નહિ હિંસા, મુનિ એ માયા વાણી;
શુભ કિરિયા લાગી જે આવે, તેમાં તો નહિ હાણી. મન. ૧૬ ગાથાર્થ -
હિંસા લાગે પણ મુનિ (હિંસા) લગવે નહિકમુનિના મન-વચનકાયાના યોગોથી હિંસાની પ્રાપ્તિ બાહ્યથી થાય પણ મુનિ હિંસાને અનુકૂળ વ્યાપાર કરે નહિ, એ માયા વાણી છે એ વચન જુદું છે. પૂર્વપક્ષીનું વચન કેમ જુઠું છે ? તે સ્પષ્ટ કરે છે. શુભક્રિયા લાગી જે આવે શુભક્રિયાથી જે હિંસાની ક્રિયા થાય, તેમા મુનિના સમભાવની હાનિ નથી માટે મુનિને પૂર્ણ અહિંસા છે. ll૧૬ ભાવાર્થ :
ગાથા-૧૫માં કહ્યું એ પ્રમાણે હેતુ-સ્વરૂપ-અનુબંધથી અહિંસાને ગ્રહણ કર્યા વગર સાધુમાં પૂર્ણ અહિંસાની સંગતિ થાય નહિ. ત્યાં બાહ્યથી જીવોની હિંસાના પરિહારરૂપ એક અહિંસાને ધર્મરૂપે માનનાર, સાધુમાં પૂર્ણ અહિંસાની સંગતિ કરવા અર્થે કહે છે કે “મુનિના યોગોથી બાહ્ય રીતે ક્યારેક હિંસા થાય તોપણ મુનિ ક્યારે પણ હિંસા થાય તેને અનુકૂળ કોઈ પ્રવૃત્તિ કરે નહિ તેથી મુનિમાં પૂર્ણ અહિંસા છે” તેમ સ્વીકારી શકાશે અને ધર્મમાં અહિંસા જ સાર છે માટે મોક્ષના અર્થીએ અહિંસામાં જ ઉદ્યમ કરવો જોઈએ એમ કહીને પૂર્વપક્ષી અહિંસાના અનુબંધનું પ્રધાન કારણ નવું નવું અધ્યયન, ગીતાર્થની પરતંત્રતા આદિ અન્ય ઉચિત ક્રિયાને ગૌણ કરીને માત્ર બાહ્ય આચારની શુદ્ધિનું સ્થાપન કરે છે. તેથી માત્ર નિર્દોષ ભિક્ષાચર્યા આદિનો આગ્રહ રાખે છે તેને ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીની આ માયા વાણી છે જુઠ્ઠી વાણી છે; કેમ કે શુભક્રિયા કરતી વખતે જે હિંસા લાગે છે તેમાં મુનિભાવની હાનિ નથી. જેમ કોઈ સાધુ સંયમની વૃદ્ધિ અર્થે નદી ઉતરતા હોય ત્યારે મુનિના પ્રયત્નથી હિંસાની પ્રાપ્તિ છે તોપણ સમભાવની વૃદ્ધિના એક ઉપાયભૂત જ્ઞાનાદિની વૃદ્ધિ અર્થે સાધુ નદી ઉતરે અને તેમાં હિંસા થાય તોપણ મુનિના અહિંસકભાવમાં હાનિ નથી. તેથી માત્ર બાહ્ય હિંસાને હિંસા તરીકે સ્વીકારીને તેના વર્જનથી અહિંસાનું પાલન થાય છે અને તે ધર્મ છે તેવું એકાંતે ગ્રહણ કરવું ઉચિત નથી. II૧૬ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org