________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૧૫-૧૬ ૧૮૩ કહે છે. જ્યાં સુધી યોગક્રિયા છે મન-વચન-કાયાની પ્રવૃતિ છે, ત્યાં સુધી આરંભ બોલ્યો છે=બાહ્ય રીતે જીવની હિંસાની પ્રાપ્તિરૂપ આરંભ શાસ્ત્રમાં ધેલો છે. II૧૫II ભાવાર્થ :
મુનિ સંયમ ગ્રહણ કરતી વખતે પાંચ મહાવ્રતો ઉચ્ચરે છે અને પાંચ મહાવ્રતોમાં પહેલું મહાવ્રત પૂર્ણ અહિંસાના પાલનરૂપ છે. તે પૂર્ણ અહિંસાનું પાલન હેતુ-સ્વરૂપ-અનુબંધ અહિંસાના ભેદને ગ્રહણ કરીને જે અહિંસાના પાલનની પ્રવૃત્તિમાં અનુબંધ અહિંસા હોય તે અહિંસાના પાલનની પ્રવૃત્તિને પૂર્ણ અહિંસાનું પાલન સ્વીકારીએ તો, મુનિને પહેલું મહાવ્રત સંગત થાય; પરંતુ બાહ્ય જીવોની હિંસા તે હિંસા અને બાહ્ય જીવોની અહિંસા તે અહિંસા એટલું જ હિંસા-અહિંસાનું સ્વરૂપ ગ્રહણ કરીએ તો કોઈ મુનિ પૂર્ણ અહિંસાનું પાલન કરી શકે નહિ. તેથી મુનિને અહિંસાનું પાલન અસંભવિત બને અને અહિંસાના અપાલનને કારણે મુનિને મોક્ષની પ્રાપ્તિ પણ અસંભવિત બને.
અહીં પ્રશ્ન થાય કે મુનિ પૂર્ણ રીતે બાહ્ય જીવોની હિંસાનો પરિહાર કેમ કરી શકે નહિ ? તેથી કહે છે. જ્યાં સુધી મન-વચન અને કાયાના યોગોની ક્રિયા છે ત્યાં સુધી બાહ્ય જીવોની હિંસારૂપ આરંભ શાસ્ત્રમાં કહ્યો છે, તેથી મુનિની દેહની સૂક્ષ્મ ચેષ્ટાથી પણ વાઉકાય આદિ જીવોની હિંસા થાય છે અને પૂર્ણ અહિંસાનું પાલન અસંભવિત બને છે; તેથી સાધુને પૂર્ણ અહિંસાનું પાલન સ્વીકારવું હોય તો હેતુ-સ્વરૂપ-અનુબંધથી અહિંસાના ભેદનો સ્વીકાર કરવો જોઈએ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. I૧પા અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે જ્યાં સુધી મન-વચન-કાયાના યોગની ક્રિયા છે ત્યાં સુધી બાહ્ય રીતે જીવોની હિંસારૂપ આરંભ છે તેથી મુનિ બાહ્ય અહિંસાનું પૂર્ણ પાલન કરી શકે નહિ માટે બાહ્ય અહિંસાને જ અહિંસા સ્વીકારીએ તો મુનિને પૂર્ણ અહિંસાના પાલનરૂપ પહેલું મહાવ્રત સંગત થાય નહિ. તેની સંગતિ માટે પૂર્વપક્ષી શું કહે છે તે બતાવીને તેનું નિરાકરણ કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org