________________
૧૮૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૮|ગાથા-૧૪-૧૫
જેમ શીલવ્રતાદિક સ્વરૂપથી નિરવદ્ય ક્રિયા છે અને ભગવાનના વચનથી વાસિત મતિવાળા મુનિને સ્વરૂપથી નિરવઘ એવી શીલવ્રતાદિક ક્રિયા અનુત્તર પુણ્ય આપીને બહુ ક્ષેમવાળા મોક્ષપદને આપે છે.
આશય એ છે કે જેમ વિવેકી શ્રાવકમાં જ્ઞાનશક્તિ છે તેમ વિવેકી મુનિમાં પણ જ્ઞાનશક્તિ છે અને જ્ઞાનશક્તિ ને કારણે વિવેકી મુનિને વીતરાગતા જીવની સુંદર અવસ્થા છે તેવો સ્થિર નિર્ણય છે. તેથી તે મહાત્મા વીતરાગતાના એક ઉપાયભૂત શીલવ્રતાદિમાં ઉદ્યમ કરે છે જેના દ્વારા સમભાવની વૃદ્ધિ કરે છે અને જે કંઈ ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિ સ્વરૂપથી નિરવદ્ય હોય છે અને અપવાદથી ક્યારેય કોઈક સાવધ પ્રવૃત્તિ કરે છે તે પણ અનુબંધથી નિરવઘ હોય છે. તેથી તેવી પ્રવૃત્તિ કરીને તે મુનિ અનુત્તર કોટીના પુણ્યને પ્રાપ્ત કરે છે, જેના બળથી સુદેવ અને સુમનુષ્યના મે બહુ કુશળતાવાળું શિવપદ પામે છે; જે જ્ઞાનશક્તિથી યુક્ત અહિંસાના પાલનનું ફળ છે. ૧૪ll અવતરણિકા :
ગાથા-૧માં કહેલ કે ધર્મમાં અહિંસા સાર છે તેમ માનીને અહિંસાને આદરનારા કેટલાક જીવો માત્ર અહિંસામાં રાચે છે. વળી ગાથા-૩માં કહેલ કે તેઓ અહિંસાનો અગાધ મર્મ પામતા નથી અને ત્યારપછી ગાથા-૭માં કહેલ કે જિનશાસનમાં હેતુ-સ્વરૂપ-અનુબંધવાળી અહિંસા છે અને તેનું સ્વરૂપ અત્યાર સુધી સ્પષ્ટ કર્યું. હવે અહિંસાના ત્રણ ભેદનો બોધ કર્યા વગર માત્ર બાહ્ય જીવોની હિંસાના પરિહારરૂપ અહિંસાનું પૂર્ણ પાલન યોગનિરોધની પ્રાપ્તિ સુધી શક્ય નથી તે બતાવવા કહે છે – ગાથા :
એહ ભેદ વિણ એક અહિંસા, નવિ હોવે થિર થંભ;
ચાવત્ યોગક્રિયા છે તાવત, બોલ્યો છે આરંભ. મન. ૧૫ ગાથાર્થ :
એહ ભેદ વગર=હેતુ-સ્વરૂપ-અનુબંધ અહિંસાના ભેદ વગર, એક અહિંસા સ્થિર સ્તંભ થાય નહિ મુનિથી પરિપૂર્ણ અહિંસાનું પાલન થાય નહિ. કેમ મુનિથી પૂરિપૂર્ણ અહિંસાનાં પાલન થાય નહિ ? તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org