________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૮/ગાથા-૧૪
ભાવાર્થ :
પૂર્વ ગાથામાં કહ્યું કે જે ક્રિયા સ્વરૂપથી સાવધ છે તે ક્રિયા જ્ઞાનશક્તિવાળાને સઘ અહિંસાનો અનુબંધ આપે છે તેને દૃષ્ટાંતથી બતાવતાં કહે છે
જેમ શ્રાવક અપવાદથી જિનપૂજા કરે છે તેના દ્વારા અનુત્તર પુણ્યને પ્રાપ્ય કરીને ક્મસ૨ ઉત્તર-ઉત્તરની ભૂમિકાને પામીને મોક્ષને પ્રાપ્ત કરે છે જે અહિંસાના પાલનનું ફળ છે તેથી સ્વરૂપથી સાવદ્ય એવી જિનપૂજાની પ્રવૃત્તિ પણ અહિંસાના અનુબંધ વાળી થઈ=અહિંસાના ફળવાળી થઈ.
૧૮૧
આશય એ છે કે જે શ્રાવકને ભગવાનના વચનનો યથાર્થ બોધ થયો છે તેનામાં જિનવચનાનુસાર જ્ઞાનશક્તિ પ્રગટે છે અને તેવા મહાત્માને વીતરાગતા એ જીવની સુંદર અવસ્થા છે તેવો સ્થિર નિર્ણય છે અને સર્વ શક્તિથી વીતરાગતામાં ઉદ્યમ કરવો જોઈએ તેવી સ્થિર રૂચિ છે. અને તેવા ગુણવાળો શ્રાવક વિચારે છે કે મનુષ્યભવને પામીને સર્વશક્તિથી સમભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી શીઘ્ર વીતરાગતાની પ્રાપ્તિ થાય. આમ છતાં અનાદિ ભવ અભ્યસ્ત બાહ્ય વિષયનો રાગ છે તેથી પોતે સર્વ શક્તિથી સંયમમાં યત્ન કરી શકે તેવી અંતરશુદ્ધિ પોતાનામાં નથી તેવું જણાય ત્યારે તે શ્રાવક સ્વરૂપથી સાવદ્ય એવી પણ જિનપૂજાની પ્રવૃત્તિ અપવાદથી સ્વીકારે છે અર્થાત્ ઉત્સર્ગથી તો સંયમ જ ઇષ્ટ છે પરંતુ સંયમ પાલનની શક્તિના અભાવમાં અપવાદથી ભગવાનની પૂજા ઈષ્ટ છે. તેથી તે વિવેકી શ્રાવક ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરીને પોતાનામાં વર્તતો વીતરાગ પ્રત્યેનો રાગ અતિશયિત કરે છે અને તે વીતરાગના રાગને કારણે અપવાદપદથી સેવાયેલી જિનપૂજા અનુત્તર પુણ્ય આપીને દેવભવાદિની પ્રાપ્તિ કરાવે છે, જ્યાં ફરી વીતરાગની ભક્તિ કરીને તે શ્રાવકનો આત્મા વીતરાગતાને અનુકૂળ અધિક શક્તિનો સંચય કરે છે અને સંચિત શક્તિવાળા એવા તે મહાત્મા મનુષ્યભવને પામીને ભાવથી સંયમને પ્રાપ્ત કરે છે અને અંતે ઘણા ક્ષેમવાળા એવા શિવપદને પામે છે. આ રીતે સ્વરૂપથી સાવદ્ય એવી જિનપૂજાની ક્રિયા પણ જ્ઞાનશક્તિથી અહિંસાના ફળરૂપ મોક્ષને આપે છે.
વળી, ગાથા-૧૩માં કહેલ કે સ્વરૂપથી નિરવઘ ક્રિયા જ્ઞાનશક્તિથી અહિંસાના અનુબંધને આપે છે. તે કથન સ્પષ્ટ કરતા કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org