________________
૧૮૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૧૩-૧૪ પરિણતિને પ્રગટ કરવાનો ઉપાય છે તેવો સ્થિર નિર્ણય સમ્યગ્દષ્ટિ જીવોને છે; તેથી તેઓ શક્તિના પ્રકર્ષથી જિનવચનાનુસાર સ્વરૂપથી નિરવદ્ય પ્રવૃત્તિ કરનારા હોય છે છતાં પ્રબળ ચારિત્રમોહનીય કર્મના ઉદયને કારણે સ્વરૂપથી સાવદ્ય ક્રિયા કરે તો પણ નિરવદ્ય ક્રિયાને અનુકૂળ શક્તિનો સંચય કરનારા હોય છે. તેથી તેવા સમ્યગ્દષ્ટિ જીવોમાં માર્ગાનુસારી બુદ્ધિ વર્તે છે, જે ભગવાનના વચનાનુસાર યથાર્થ બોધરૂપ જ્ઞાનશક્તિ સ્વરૂપ છે અને તેવી જ્ઞાનશક્તિને કારણે સમ્યગ્દષ્ટિની સ્વરૂપથી નિરવદ્ય ક્રિયા તો અહિંસાના અનુબંધને આપે જ છે, પરંતુ સ્વરૂપથી સાવદ્ય ક્રિયા પણ સદ્ય અર્થાત્ શીધ્ર અહિંસાના અનુબંધને આપે છે.
આશય એ છે કે જે સમ્યગ્દષ્ટિ જીવો સંયમની નિરવદ્ય ક્રિયા કરે છે તે સંયમની ક્રિયાઓ તો જ્ઞાનશક્તિથી યુક્ત હોવાને કારણે અસંગભાવની પ્રાપ્તિનું કારણ હોવાથી અહિંસાના ફળને આપનાર છે અર્થાત્ અહિંસાના ફળરૂપ મોક્ષને આપનાર છે, પરંતુ જે સમ્યગ્દષ્ટિ જીવોમાં હજી સંયમની શક્તિનો સંચય થયો નથી તેથી સ્વરૂપથી સાવદ્ય એવી જિનપૂજા આદિ ક્રિયાઓ કરે છે, તે ક્રિયા દ્વારા પણ તે જીવો સર્વવિરતિની શક્તિનો સંચય કરીને શીધ્ર અહિંસાના ફળરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. II૧all અવતરણિકા -
ગાથા-૧૩માં કહ્યું કે જ્ઞાનશક્તિવાળા સમ્યગ્દષ્ટિ જીવોને સ્વરૂપથી નિરવદ્ય કે સ્વરૂપથી સાવધ ક્રિયા અહિંસાનો અનુબંધ આપે છે. તે કથન દાંતથી સ્પષ્ટ કરે છે – ગાથા :
જિનપૂજા અપવાદપદાદિક, શીલવ્રતાદિક જેમ;
પુણ્ય અનુત્તર મુનિને આપી, દિએ શિવપદ બહુખેમ. મન. ૧૪ ગાથાર્થ :
જેમ અપવાદપદાદિક જિનપૂજ (અને) શીલવતાદિક મુનિને અનુત્તર પુણ્ય આપીને બહુ ક્ષેમવાળું એવું શિવપદ દીએ આપે. II૧૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org