________________
૧૩૦
ગાથાર્થ :
પાસસ્થા આદિ દૂષણ કાઢી જ્ઞાનીને તે હીલે છે=હિલના કરે છે. ગુરુઆજ્ઞા વગર નિજરેહ=પોતાની યથાછંદતા જાણતો નથી. ।।૧૭।। ભાવાર્થ :
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૧૭-૧૮
અગીતાર્થ સ્વચ્છંદ વિહારીને ઉદાસીન એવા ગીતાર્થ સાધુ હિતશિક્ષા આપે છે ત્યારે તે અગીતાર્થ સાધુ પરુષવચન બોલતા પોતાના જ્ઞાની એવા ગુરુમાં “પાસસ્થા” આદિ દૂષણ કાઢી જ્ઞાની ગુરુની હીલના કરે છે અર્થાત્ કહે છે કે “અમારા ગુરુ શાસ્ત્ર ભણેલા જ્ઞાની છે તોપણ શુદ્ધ આચાર પાળવાના આગ્રહી નથી, માટે તેઓ “પાસસ્થા” આદિ દોષોવાળા છે, તેથી અમે તેમનો ત્યાગ કર્યો છે.’” વસ્તુતઃ ગુરુઆજ્ઞા વગર વિચરનાર સાધુને શાસ્ત્રકારોએ યથાછંદા કહ્યા છે તેથી ગુણવાન ગુરુને છોડીને પોતે સ્વમતિ પ્રમાણે વિચ૨વારૂપ યથાછંદપણું ધારણ કર્યું છે તે અગીતાર્થ સાધુ જાણતા નથી. આ રીતે તે અગીતાર્થ સાધુ ગુણવાન ગુરુની આશાતના કરીને અને મનસ્વી રીતે જીવીને વિનાશ પામે 9.119011
અવતરણિકા :
વળી, અગીતાર્થ સ્વછંદ સાધુ કેવા છે અને તેઓ શું અહિતની પ્રાપ્તિ કરે છે ? તે બતાવતાં કહે છે
511211 :
જ્ઞાનીથી તિમ અલગા રહેતા, હંસથકી જિમ કાક રે; ભેદ વિનયના બાવન ભાખ્યા, ન લહે તસ પરિપાક રે. સાહિબ ! ૧૮
ગાથાર્થ ઃ
જેમ હંસ થકી કાગડા જુદા દેખાય છે તેમ જ્ઞાનીથી જુદા વસતા અગીતાર્થ સાધુ જુદા દેખાય છે. વળી શાસ્ત્રમાં જે વિનયના ‘બાવન’ ભેદ કહ્યા છે તેના પરિપાકને=ફળને, અગીતાર્થ સાધુ પામતા નથી. II૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org