________________
૧૭૭
શ્રી સીમંધરસ્વામીનું ૨૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૧૦-૧૧ જે કંઈ યોગબીજો નાંખ્યા છે તેના કારણે તેઓ પણ મોક્ષમાં જશે તોપણ દૃઢ અજ્ઞાનને કારણે જિનવચનથી અન્યથા પ્રવૃત્તિ અને પ્રરૂપણા કરે છે તેના ફળરૂપે કિલ્બિષિક વગેરે હલકી દેવગતિ પામશે. ll૧ના અવતરણિકા :
ગાથા-૯માં કહ્યું કે અનુબંધ અહિંસા વગર હેતુ અને સ્વરૂપ અહિંસા હિંસાના ફળવાળી છે તે કથનને જ દઢ કરવા અર્થે કહે છે – ગાથા :
દુર્બલ નગ્ન માસ ઉપવાસી, જો છે માયારંગ;
તોપણ ગરમ અનન્તા લેશે, બોલે બીજું અંગ. મન. ૧૧ ગાથાર્થ :
દુર્બલતપ કરીને દુર્બલ થયેલા, નગ્ન બાહ્ય ત્યાગના બળથી જીર્ણ પ્રાયઃ વસ્ત્ર ધારણ કરનારા, માસ ઉપવાસી=માસક્ષમણ ને પારણે માસક્ષમણ કરનારા, સાધુઓને જો માયાનો રંગ છે શાસ્ત્રના પરમાર્થને જાણવામાં અને શાસ્ત્રના પરમાર્થ અનુસાર સમગ્ર આચરણા કરવામાં આત્મવંચના કરવા રૂપ માયાનો રંગ છે, તોપણ અનંતા ગર્ભ લેશે અનંત જન્મને પ્રાપ્ત કરશે અનંતકાળ સંસારમાં રખડશે, એમ બીજુ અંગ બોલે છે સૂયડાંગસૂત્રમાં કહેલ છે. ll૧૧] ભાવાર્થ -
કોઈ સાધુ ત્યાગની અત્યંત રૂચિવાળા હોય તેથી માસક્ષમણના પારણે માસક્ષમણ કરતા હોય. વળી, અત્યંત જીર્ણ વસ્ત્રાદિ ઉપધિ ધારણ કરતા હોય અર્થાત્ અત્યંત અપરિગ્રહવાળા હોય, આમ છતાં શાસ્ત્રવચનને યથાસ્થાને જોડવાની નિર્મળ પ્રજ્ઞા ન હોય તો સ્વરૂચિ અનુસાર શાસ્ત્રવચનને જોડી, પોતાની અલ્પ શક્તિમાં યથાર્થ શક્તિ છે તેવો ભ્રમ ધારણ કરે છે અને પોતાની રુચિ અનુસાર શાસ્ત્રના વિપરીત અર્થો કરીને પોતાના આત્માને ઠગતા હોય, તેઓને માયાનો રંગ છે. આ માયા અનંતાનુબંધી કષાયના ઉદયથી થયેલી છે, તેથી તે માયા તપસ્વી એવા તે મહાત્માને તત્ત્વ જાણવાની ઇચ્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org