________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૪-૫ ગાથાર્થ : -
તેઓ કહે છે કે, ગુરુ, ગચ્છ અને ગીતાર્થના પ્રતિબંધથી શું કરીએ= તેમના ઉપર રાગ રાખવાથી શું વળે ? દર્શન-જ્ઞાન-ચારિત્ર આદરવા જોઈએ અને આપે આપ તરીએ સ્વપરાક્રમથી તરીએ. ll૪ll ભાવાર્થ :
જેઓ અસદ્ગહથી દૂષિત મતિવાળા છે તેઓ શાસ્ત્ર ભણીને પણ પરમાર્થને જાણી શકતા નથી. તેથી વિચારે છે કે પર પદાર્થનો પ્રતિબંધ ટાળવાનો છે માટે ગુરુનો, ગચ્છનો કે ગીતાર્થસાધુનો પ્રતિબંધ રાખવાથી કલ્યાણ થાય નહિ. માટે જેમ કુટુંબના પ્રતિબંધના પરિવાર માટે તે સર્વનો ત્યાગ કર્યો તેમ ગુરૂ ગચ્છકે અન્ય ગીતાર્થ સાધુનો પ્રતિબંધ રાખવા કરતા તે સર્વનો ત્યાગ કરીને દર્શનજ્ઞાન-ચારિત્રને આદરવા જોઈએ. આવી માન્યતાને કારણે તેઓ સ્વમતિ પ્રમાણે શાસ્ત્ર વાંચે છે અને સ્વમતિ પ્રમાણે શાસ્ત્રાનુસાર બાહ્ય કઠોર આચરણા કરે છે. વળી, શાસ્ત્રના મર્મને પામ્યા વગર માત્ર આ બાહ્ય ક્રિયા કરવાથી પોતે તરી જશે, તેમ માનીને વિચારે છે કે, “સંસારથી તરવાનો ઉદ્યમ જાતે કરવાનો છે, તેથી કોઈ ગીતાર્થ આદિનો આશ્રય કરવાની આવશ્યકતા નથી.”
વસ્તુતઃ ગીતાર્થ પાસેથી ભગવાનના માર્ગનો જે મર્મ પ્રાપ્ત થાય છે તે મર્મથી વંચિત રહીને કષ્ટમય સંયમ જીવન જીવીને આવા સાધુઓ પોતાનો મનુષ્યભવ વ્યર્થ કરે છે અને યોગમાર્ગને સેવતા નથી. III અવતરણિકા -
પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓને ગુરુ, ગચ્છ અને ગીતાર્થના પ્રતિબંધની આવશ્યકતા નથી અને સ્વપરાક્રમથી રત્નત્રયીને સેવવાનું જે જડ મલધારી સાધુઓ કહે છે તેઓ શાસ્ત્રના પરમાર્થને પામ્યા નથી. તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
નવિ જાણે તે પ્રથમ અંગમાં, આદિ ગુરુકુલવાસો રે; કહ્યો ન તે વિણ ચરણ વિચારો, પંચાશકનર ખાસો રે.
શ્રીજિના. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org