________________
૯૦
ગાથાર્થ ઃ
પ્રથમ અંગમાં=આચારાંગસૂત્રમાં, આદિ ગુરુકુળવાસ છે=સર્વ આચારોના આદિમાં ગુરુકુળવાસ છે, તે નવિ જાણે તે તેવા સાધુઓ જાણતા નથી. વળી તે વિણ=ગુરુકુળવાસ વગર, ચરણ વિચારો=ચારિત્રનો પરિણામ, ન કહ્યો=કહ્યો નથી એ પ્રમાણે પંચાશકની દૃષ્ટિથી=પંચાશક ગ્રંથની દૃષ્ટિથી ખાસો=સ્વીકારો. ॥૫॥
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૫-૬
ભાવાર્થ:
પૂર્વ ગાથામાં કહ્યું તેમ કેટલાક સાધુઓ વિચારે છે કે કોઈનો પ્રતિબંધ કરવાની જરૂર નથી, તેથી ગુરુ, ગચ્છ કે ગીતાર્થનો પણ પ્રતિબંધ ક૨વો જોઈએ નહિ, પરંતુ સ્વપરિણામમાં જ ઉદ્યમ કરવો જોઈએ, પણ તે સાધુઓ જાણતા નથી કે આચારાંગસૂત્ર નામના પ્રથમ અંગમાં, સર્વ આચારોની આદિમાં ગુરુકુળવાસ કહેલો છે. આચારાંગસૂત્રનું આ વચન બતાવે છે કે કોઈ સાધુ ગુરુકુળવાસને છોડીને સંયમના સર્વઆચાર પાળતા હોય તોપણ ચારિત્રનો પરિણામ નથી.
વળી, પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજીના “પંચાશક”ગ્રંથમાં પણ ગુરુકુળવાસ વગર ચારિત્રનો પરિણામ કહ્યો નથી માટે ગુરુ-ગચ્છ અને ગીતાર્થનો પ્રતિબંધ ન કરવો જોઈએ એ વચન અવિચા૨ક સાધુ જડતાને કારણે જ બોલે છે. પા અવતરણિકા :
વળી, સંયમના અર્થીએ ગુરુકુળવાસનો ત્યાગ કરવો જોઈએ નહિ તે અન્ય ગ્રંથના બળથી પણ બતાવે છે
ગાથા :
-
નિત્યે ગુરુકુલવાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે; તેહને અપમાને વલી તેહમાં, પાપશ્રમણપણું દાખ્યું રે.
Jain Education International
ગાથાર્થ ઃ
નિત્ય ગુરુકુળવાસમાં વસવું જોઈએ એમ ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં
શ્રીજિન ! ૬
For Personal & Private Use Only
www.jainelibrary.org