________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૬-૭ ભાવ્યું છે. તેને અપમાને “ઉત્તરાધ્યયન'ના વચનના અપમાનમાં, વળી તેહમાં ‘ઉત્તરાધ્યયન'ના વચનનો અનાદર કરનાર સાધમાં, પાપશ્રમણપણું બતાવ્યું છે. llll ભાવાર્થ :
જેમ આચારાંગસૂત્ર અને “પંચાશક”માં ગુરુકુળવાસ સંયમનું પ્રબળ કારણ છે તેમ સ્થાપન કર્યું, તેમ ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે કે સાધુએ હંમેશા ગુરુકુળવાસમાં વસવું જોઈએ, એટલું જ નહિ પણ જેઓ ગુરુકુળવાસને કહેનારા વચનનો અનાદર કરશે તેઓ સંયમની અન્ય સર્વ ક્રિયાઓ કરતાં હશે તોપણ સાધુ નથી પણ પાપશ્રમણ છે; કેમ કે ગુરુકુળવાસને ચારિત્રની નિષ્પત્તિના પ્રબળ અંગરૂપે ભગવાને કહેલ છે. તેનો તેઓ અનાદર કરે છે. IIકા અવતરણિકા :
વળી અન્ય ગ્રંથની સાક્ષીથી પણ સાધુ માટે ગુરુકુળવાસ આવશ્યક છે તે દઢ કરે છે –
ગાથા :
દશવૈકાલિક ગુરુશુશ્રુષા, તસ નિંદા ફલ દાખ્યાં રે; આવંતિમાં પ્રહસન સગુરુ, મુનિકુલ મચ્છસમ ભાખ્યા રે.
શ્રીજિન ! ૭ ગાથાર્થ :
દશવૈકાલિક સૂત્રમાં ગુરુની શુશ્રુષા અને તેમની નિંદાના ગુરુની નિંદાના ફળ બતાવ્યા છે. વળી આવંતિમાં-આસારંગસૂત્રના આવંતિક નામના પાંચમા અધ્યયનમાં, કહસમ સદ્ગુરુ સદ્ગુરુને સરોવર સમાન કહ્યા છે, અને મુનિક્તમુનિના સમુદાયને, મત્સ્ય સમાન કહ્યો છે. Iછી ભાવાર્થ -
દશવૈકાલિકસૂત્રમાં જે સાધુ ગુણવાન ગુરુની શુશ્રુષા કરશે તેને શું ઉત્તમ ફળ મળશે અને ગુરુની નિંદા કરશે તેને શું અનર્થકારી ફળ મળશે તે બતાવેલ છે. તેથી એ ફલિત થાય છે કે જે સાધુઓ ગુરુકુળવાસમાં છે તેઓ ગુણવાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org