________________
૯૨
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૭-૮ ગુરુની શુશ્રુષા કરીને ઉત્તમ ફળ પ્રાપ્ત કરશે અને જેઓ ગુરુનો પ્રતિબંધ કરવાથી શું? સ્વપરાક્રમથી જ રત્નત્રયીમાં ઉદ્યમ કરવો જોઈએ એમ વિચારીને ગુણવાન ગુરુનો ત્યાગ કરશે અને ગુણવાન ગુરુ સંસારસાગરથી તરવામાં કારણ નથી એમ કહીને તેમની નિંદા કરશે તેઓને અનર્થકારી ફળ પ્રાપ્ત થશે, આ પ્રકારના દશવૈકાલિકસૂત્રના વચનથી પણ ગુરુકુળવાસના ત્યાગમાં સાધુપણું નથી એમ પ્રાપ્ત થાય છે.
વળી, આચારાંગસૂત્રના આવંતિક નામના પાંચમા અધ્યયનમાં ગુરુને સરોવરની ઉપમા આપી છે અને મુનિના સમુદાયને મત્સ્યની ઉપમા આપી છે. તેથી પણ ફલિત થાય છે કે જેમ સરોવર વગર મત્સ્ય જીવી શકે નહિ તેમ ગુણવાન ગુરુ વગર સાધુ પણ જીવી શકે નહિ; કેમ કે ગુણવાન ગુરુ ભગવાનના શાસનનું અપૂર્વ શ્રત શિષ્યને આપીને સંવેગની વૃદ્ધિ કરાવે છે, જેથી સાધુમાં સંવેગના પરિણામની વૃદ્ધિ દ્વારા ચારિત્રના પરિણામનું રક્ષણ થાય છે. સુગુરુના આલંબન વગર માત્ર બાહ્ય આચારોના કષ્ટની જ પ્રાપ્તિ થાય છે અને સંવેગના અભાવમાં ચારિત્રનો પરિણામ નાશ પામે છે. માટે કલ્યાણના અર્થી સાધુએ ગુણવાન ગુરુનો ત્યાગ કરવો લેશ પણ ઉચિત નથી. ITI અવતરણિકા - વળી, ગુરૂકુળવાસમાં રહેવાથી અન્ય શું લાભ થાય છે તે કહે છે –
ગાથા :
ગુરુદૃષ્ટિ અનુસાર રહેતાં, લહે પ્રવાદ પ્રવાદે રે; એ પણ અર્થ તિહાં મન ધરિયે, બહુગુણ સુગુરુ પ્રસાદે રે.
શ્રીજિન ! ૮ ગાથાર્થ -
ગુરુદષ્ટિ અનુસાર રહેતાંeગુરુને પરતંત્ર રહેતા, પ્રવાહ પ્રવાહે પ્રાપ્ત કરે ગુરુની પરંપરાથી પ્રાપ્ત થયેલા શાસ્ત્રના ગંભીર અર્થો પ્રાપ્ત કરે. તિહાં ગુરુના વિષયમાં, એ પણ અર્થ ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે પ્રવાહ પ્રવાહે શાસ્ત્રના ગંભીર અર્થો પ્રાપ્ત થાય, એ અર્થ પણ મનમાં ધારણ કરવો જોઈએ. વળી, સુગુરુના પ્રસાદે સુગુરુની કૃપાથી ઘણા ગુણો છે. IIkI
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org