________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૮-૯
ભાવાર્થ :
ગાથા-૪માં કેટલાક જડ મલધારીઓએ કહેલ કે ગુરુ, ગચ્છ અને ગીતાર્થના પ્રતિબંધનું શું કામ છે ? સ્વપરાક્રમથી રત્નત્રયીમાં ઉદ્યમ કરવો જોઈએ. તેને સમજાવતા ગ્રંથકારશ્રી કહે છે કે ગુરુદષ્ટિ અનુસાર રહેવાથી=ગુરુની નિશ્રા અનુસાર રહેવાથી, પૂર્વ પૂર્વ સૂરિઓના પ્રવાહથી પ્રાપ્ત થયેલા શાસ્ત્રના ગંભીર અર્થો યોગ્ય શિષ્યોને પ્રાપ્ત થાય છે. પરંતુ ગુરુનો ત્યાગ કરીને સ્વમતિ અનુસાર શાસ્ત્ર વાંચવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો ગુરુની પરંપરાથી પ્રાપ્ત થતા શાસ્ત્રના ગંભીર ભાવો પ્રાપ્ત થાય નહિ. ગીતાર્થની નિશ્રાથી આ પણ અર્થ પ્રાપ્ત થાય છે તેને મનમાં ધારણ કરવો જોઈએ.
વળી, ગુણવાન ગુરુના પ્રસાદથી માત્ર શાસ્ત્રના ભાવોની પ્રાપ્તિ છે એટલું જ નથી, બીજા પણ અનેક ગુણો છે તે ગ્રંથકારશ્રી આગળની ગાથામાં બતાવે છે. ll૮
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ પ્રસાદે ઘણા ગુણો થાય છે તેથી હવે તે ગુણો ગાથા-૧૧ સુધી કહે છે –
ગાથા :
વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન મૂલો રે; દર્શન નિર્મલ ઉચિતપ્રવૃત્તિ, શુભરાગે અનુકૂલો રે.
શ્રીજિન ! ૯
ગાથાર્થ :
ગુરુ પાસે વસતા વિનય વધે છે જે જિનશાસનનું મૂળ છે, જિનશાસનનું મૂળ કેમ છે ? તેથી કહે છે. વિનય કરવાને કારણે દર્શન નિર્મળ થાય છે, નિર્મળ દર્શન થવાને કારણે ઉચિત પ્રવૃત્તિ થાય છે. શુભરાગને અનુકૂળો રે વિનયમાં વર્તતા શુભરાગને કારણે થતા નિર્મળ દર્શન અને ઉચિત પ્રવૃત્તિ મોક્ષને અનુકૂળ છે. IIII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org