________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૯-૧૦ ભાવાર્થ -
ગુણવાન ગુરુ સાથે રહેવાથી વિવેકી પુરુષને ગુરુનો પ્રતિબંધ થતો નથી; પરંતુ ગુરુમાં વર્તતા ગુણોનો પ્રતિબંધ થાય છે. તેથી ગાથા-૪માં કોઈક કહે છે કે ગુરુના પ્રતિબંધનું શું કામ છે તે ઉચિત નથી; કેમ કે ગુરુમાં વર્તતા બહુશ્રુત આદિ ગુણોને કારણે વિનય વૃદ્ધિ પામે છે, જે વિનય જિનશાસનનું મૂળ છે. જિનશાસનની સર્વ પ્રવૃત્તિ ગુણ નિષ્પત્તિના ઉપાયને બતાવનારી છે અને ગુણનિષ્પત્તિનો પ્રબળ ઉપાય ગુણવાન એવા ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ છે. ગુરુકુળવાસમાં રહેવાથી ગુણવાન ગુરુના ગુણોને જોઈને જેમ જેમ વિનયનો પરિણામ વધે છે તેમ તેમ ગુણ પ્રત્યે જીવનું પ્રસર્પણ વધે છે અને તેના કારણે ગુણમય એવા જિનશાસનના પરમાર્થને જોનારું દર્શન નિર્મળ થાય છે અને નિર્મળ દર્શનને કારણે ઉચિત પ્રવૃત્તિ થાય છે, જે વિનયમાં વર્તતા ગુણના રાગરૂપ શુભરાગને કારણે પ્રગટ થાય છે અને આ નિર્મળ દર્શન અને ઉચિત પ્રવૃત્તિ મોક્ષને અનુકૂળ છે, તેથી વિનય જિનશાસનનું મૂળ છે. II II ગાથા :
વૈયાવચ્ચે પતિક તૂટે, ખેતાદિક ગુણ શક્તિ રે;
હિતઉપદેશે સુવિહિતસંગે, બ્રહ્મચર્યની ગુપ્તિ રે. શ્રીજિન! ૧૦ ગાથાર્થ :
વૈયાવચ્ચમાં પાપ નાશ પામે છે, હિતના ઉપદેશમાં ક્ષમાદિ ગુણોની શક્તિ પ્રગટે છે અને સુવિહિતના સંગમાં બ્રહ્મચર્યની ગતિ પ્રાપ્ત થાય છે. ll૧૦ll ભાવાર્થ -
વળી, ગુરુ સાથે વસવાથી ગચ્છમાં ઘણા ગુણવાન સાધુને જોઈને તેમની ભક્તિ કરવાનો ઉલ્લાસ થાય છે અને ગુણવાન એવા ગુરુ કે અન્ય ગુણવાન સાધુની ભક્તિ કરવાથી તે તે ગુણોના પ્રતિબંધક કર્મ નાશ પામે છે; કેમ કે વિવેકી પુરુષ ગુણવાનના ગુણોની સ્મૃતિપૂર્વક ગુણવાનની ભક્તિ કરે છે ત્યારે તે તે ગુણો પ્રત્યેના બહુમાનનો ભાવ વૃદ્ધિ પામે છે, જેથી પોતાનામાં તે ગુણના પ્રતિબંધક એવા પાપકર્મો નાશ પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org