________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૧૦-૧૧ ૫
વળી, ગીતાર્થ ગુરુ સદા હિતનો ઉપદેશ આપે છે, જે હિતના ઉપદેશના કારણે ક્ષમા-માર્દવતા-આર્જવતા-નિરીહીતા આદિ ગુણોની શક્તિ પ્રગટે છે, જેથી સંયમના ઊંચા કંડકોની પ્રાપ્તિ થાય છે.
વળી, ગુરુકુળવાસમાં વસવાથી સુવિહિત સાધુઓનો સંગ પ્રાપ્ત થાય છે અર્થાત્ શાસ્ત્રવચન અનુસાર વિધિમાં સુંદર યત્ન કરનારા એવા સાધુઓનો સંગ પ્રાપ્ત થાય છે અને શાસ્ત્ર વિધિ અનુસાર સંયમમાં ઉદ્યમ કરનારા સાધુઓ બ્રહ્મચર્યની ગુપ્તિના અંગભૂત નવ વાડોનું સમ્યફ પાલન કરે છે, તેથી એવા ઉત્તમ પુરુષોના સંગમાં જે સાધુ રહે તે સાધુને તે સંગના કારણે બ્રહ્મચર્યની ગુપ્તિનું પાલન થાય છે. ll૧ના ગાથા :
મન વાધે મૃદુબુદ્ધિ કેરા, મારગ ભેદ ન હોવે રે; બહુ ગુણ જાણે એ અધિકારે, ધર્મરણ જે જોવે રે.
શ્રીજિન ! ૧૧ ગાથાર્થ :
ગુરુકુળવાસમાં રહેવાથી જે મૃદુ બુદ્ધિવાળા સાધુઓ છે તેમનું મન વધે છે, તથા માર્ગ ભેદ થતો નથી. જે ધર્મરત્નગ્રંથ જેવે તે એ અધિકારમાં ગુરુકુળવાસના અધિકારમાં, બહુ ગુણ જાણે. ||૧૧|| ભાવાર્થ -
ગુણવાનને પરતંત્ર રહીને સંયમમાં ઉદ્યમ કરતાં હોય તેવા સાધુઓને જોઈને મૃદુ બુદ્ધિવાળા અન્ય સાધુઓને પણ ગુરુકુળવાસમાં રહેવાનું મન વધે છે, જ્યારે કોઈ સાધુ બાહ્ય રીતે સારી આચરણા પાળતા હોય અને વિચારે કે ગુરુનો પ્રતિબંધ કરવાની શું જરૂર છે અને તેમ વિચારીને ગુરુકુળવાસનો ત્યાગ કરે તો તેમના આચારથી પ્રભાવિત થયેલા મૃદુ બુદ્ધિવાળા જીવો પણ ગુરુકુળવાસનો ત્યાગ કરે, તેથી તેમનો પણ વિનાશ થાય. માટે માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવો ગુણ સંપન્ન ગુરુનો ત્યાગ ન કરે તો તેમને જોઈને મૃદુ બુદ્ધિવાળા પણ ગુરુકુળવાસમાં રહીને સંયમની વિશુદ્ધિને પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org