________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૧૧-૧૨
વળી, ગુરુકુળવાસને છોડીને જેઓ બાહ્ય સંયમની કષ્ટમય આચરણા કરે છે અને લોકોને કહે છે કે “આ જ ખરેખર માર્ગ છે”. તેથી ગીતાર્થ ગુરુ ભગવંત જે માર્ગ બતાવે છે તેનાથી અન્ય માર્ગની પ્રાપ્તિ ગુરુકુળવાસનો ત્યાગ કરનારા સાધુઓ દ્વારા થાય છે. આ રીતે તેથી માર્ગ ભેદની પ્રાપ્તિ થાય છે, પરંતુ જો તે સાધુ ગુરુકુળવાસમાં રહે તો માર્ગ ભેદની પ્રાપ્તિ થાય નહિ.
૯૬
વળી, ધર્મરત્ન પ્રકરણ' ગ્રંથમાં “ગુરુકુળવાસનો અધિકાર" જોવાથી ગુરુકુળવાસમાં ઘણા ગુણો છે તેવું જ્ઞાન થાય છે; કેમ કે ધર્મરત્નપ્રકરણમાં ગુરુકુળવાસમાં રહેવાથી સંભવિત અનેક ગુણો બતાવ્યા છે. II૧૧॥
અવતરણિકા :
વળી, આવશ્યકનિર્યુક્તિના વચનથી પણ ગુરુકુળવાસ ઉચિત છે, તેમ સ્થાપન કરે છે.
511211 :
નાણતણો સંભાગી હોવે, થિરમન દર્શનચરિતે રે; ન ત્યજે ગુરુ કહે એ બુધ ભાગ્યું, આવશ્યકનિર્યુક્તિ રે. શ્રીજિન ! ૧૨
ગાથાર્થ ઃ
આવશ્યકનિયુક્તિમાં બુધ પુરુષ એવા ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે ગુરુકુળવાસમાં રહેવાથી સાધુ જ્ઞાનતણો સંભાગી થાય છે=જ્ઞાનનો ભાગી થાય છે અને દર્શન અને ચારિત્રમાં મન સ્થિર થાય છે. તેથી વિવેકી પુરુષ ક્યારેય ગુરુને ત્યજે નહિ. ૧૨
ભાવાર્થ:
ગીતાર્થ ગુરુના પારતંત્ર્યથી સાધુને પ્રતિદિન નવું નવું શ્રુત પ્રાપ્ત થાય છે તેથી તે સાધુ જ્ઞાનનું ભાજન બને છે.
વળી, ગીતાર્થ ગુરુ પાસેથી સ્વદર્શન-પરદર્શનના ૫૨માર્થનો બોધ થવાથી ભગવાનના શાસનમાં મન સ્થિર થાય છે, જેથી દર્શનની શુદ્ધિ વધે છે અને ગુણવાન ગુરુના સાન્નિધ્યના બળથી ચારિત્રની સ્થિરતા થાય છે. માટે પુણ્યશાળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org