________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૧૨-૧૩ ૯૭ સાધુઓ ક્યારેય ગુરુને ત્યજે નહિ એમ બુધ એવા ભદ્રબાહુસ્વામીજીએ આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે. II૧રા અવતરણિકા -
કેટલાક અવિચારક સાધુઓ કહે છે કે “ગુરુ, ગચ્છ અને ગીતાર્થનો પ્રતિબંધ કરવો આવશ્યક નથી પરંતુ રત્નત્રયીમાં ઉદ્યમ કરવો આવશ્યક છે” તેનું નિરાકરણ કરીને ગીતાર્થ ગુરુથી સંયમની વૃદ્ધિ કઈ રીતે થાય છે તે અનેક શાસ્ત્ર વચનથી અત્યાર સુધી બતાવ્યું. હવે, ગુરુ છોડીને જવારા છતાં નિર્દોષ ભિક્ષાચર્યાદિ કરનારા સાધુઓ કેવા છે તે દર્શતથી બતાવે છે –
ગાથા :
ભીતપ્રતેં જિમ બાણે હણતા, પગ અણફરસી સબરા રે; ગુરુ છાંડી આહારતણો ખપ, કરતા તિમ મુનિ નવરા રે.
શ્રીજિન ! ૧૩ ગાથાર્થ :
સબરા ભીલે, પગ અણફરસી પગનો સ્પર્શ કર્યા વગર, ભૌત સાધુ પ્રત્યે ભૌત સાધુને જેમ બાણથી હણ્યો, તિમ નવરા મુનિ અવિચારક મુનિ, ગુરુ છોડી, આહારતણો ખપ કરતા=નિર્દોષ ભિક્ષા તણો યત્ન કરનારા છે. ll૧૩ll ભાવાર્થ :
કોઈક ભીલ ભૌતસાધુને પોતાના ગુરુ માને છે અને તે ભૌતસાધુ પાસે મોરના પીંછા જોઈને તેની રાણીએ તે મોરના પીંછાની માંગણી કરતા તે ભલે ગુરુ પાસે મોરના પીંછાની માંગણી કરી. પરંતુ મોરના પીંછા પોતાના ધર્મનું સાધન છે માટે ગુરુ આપવાની ના પાડે છે, ત્યારે તે ભીલે પોતાના સેવકોને કહ્યું કે “આ મારા ગુરુ પ્રાણના ભોગે પણ પીંછા આપશે નહિ તેથી તેમને બાણથી હણીને તેમની આશાતના ન થાય માટે પગનો સ્પર્શ કર્યા વગર પીંછા લાવો.” ગુરુને પગ દ્વારા સ્પર્શ નહિ કરવારૂપ ભીલના વિનય જેવો ગુરુને છોડીને નિર્દોષ ભિક્ષાચર્યા કરનાર સાધુનો સંયમનો આચાર છે. આ દૃષ્ટાંતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org