________________
૯૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-પ/ગાથા-૧૩-૧૪ જેમ તે ભીલનો મોટા દોષથી યુક્ત એવો વિનયનો પરિણામ વ્યર્થ છે તેમ ગીતાર્થ ગુરુના બળથી જ્ઞાનાદિ વૃદ્ધિના પ્રબળ ઉપાયના ત્યાગથી યુક્ત ભિક્ષાના દોષના પરિહારરૂપ નાનો ગુણ વ્યર્થ છે. ll૧૩ અવતરણિકા -
વળી, ગુરુકુળવાસમાં રહેવાથી નિર્દોષ ભિક્ષા આદિમાં ક્વચિત્ દોષો લાગતા હોય તોપણ બાધ નથી તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
ગુરુકુલવાસે જ્ઞાનાદિક ગુણ, વાચંયમને વાધે રે; તો આહારતણો પણ દૂષણ, ખપ કરતાં નવિ બાધે રે.
શ્રીજિન ! ૧૪ ગાથાર્થ :
ગુરુકુળવાસમાં વાચંયમને સાધુને, જ્ઞાનાદિ ગુણો વધે તો તેથી, આહારતણો પણ દૂષણરપિંડશુદ્ધિમાં અપવાદિક રીતે સેવાયેલા દોષો, ખપ કરતાયતના કરતા, સાધુને બાધ કરતા નથી. ll૧૪ll ભાવાર્થ :
જેને વાણી ઉપર સંયમ છે તે “વાસંયમ” કહેવાય અને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા ભાવસાધુને વાણીનો સંયમ છે, અન્યને નહિ. આવા ભાવ સાધુ ગુરુકુળવાસમાં રહીને પ્રતિદિન શ્રુત અધ્યયનાદિ કરે છે, જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને સ્વદર્શન-પરદર્શનનો બોધ થવાથી દર્શનની શુદ્ધિ થાય છે. ગુણવાન એવા ગુરુના અનુશાસનથી ચારિત્રની શુદ્ધિ થાય છે. તેથી ગુરુકુળવાસમાં ઘણા સાધુ હોવાને કારણે ભિક્ષાના સર્વ દોષોનો ક્વચિત્ પરિવાર ન થઈ શકે તોપણ યતના કરતા એવા સાધુના તે દોષો સંયમમાં બાધ કરનારા થતા નથી. તેથી કલ્યાણના અર્થીએ ગુણવાન ગુરુના ગુણને અવલંબીને તેમનો પ્રતિબંધ રાખવો ઉચિત છે; પરંતુ “ગુરુ આદિનો પ્રતિબંધ શું કામ કરવો જોઈએ' એમ કહેવું ઉચિત નથી. ૧૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org