________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-પ/ગાથા-૧૪-૧૫-૧૬ ૯૯ અવતરણિકા –
વળી, ગુરુકુળવાસમાં જ સાધુનું હિત છે તેની પુષ્ટિ કરવા અર્થે આગળ કહે છે -
ગાથા :
ધર્મરતન ઉપદેશપદાદિક, જાણી ગુરુ આદરવો રે; ગચ્છ કહ્યો તેનો પરિવારો, તે પણ નિત અનુસરવો રે.
શ્રીજિન ! ૧૫ ગાથાર્થ :
ધર્મરત્ન ધર્મરત્નપ્રકરણ નામના ગ્રંથને અને ઉપદેશપદાદિક ગ્રંથોને, જાણીને ગુરુને આદરવા જોઈએ, અને તેનો પરિવાર ગુરુનો પરિવાર, ગચ્છ કહ્યો છે, તે પણ તે ગચ્છ પણ, હંમેશા અનુસરવો જોઈએ. I૧પII ભાવાર્થ -
ધર્મરત્નપ્રકરણમાં અને ઉપદેશપદાદિ ગ્રંથોમાં ગુરુથી થતા લાભોનું વિસ્તારથી વર્ણન છે. તેને જાણીને આરાધક સાધુએ ગુરુને આદરવા જોઈએ અર્થાત્ ગુરુને અનુસરવા જોઈએ અને તે ગુરુનો જે શિષ્ય પરિવાર છે તેમને શાસ્ત્રકારો ગચ્છ કહે છે, તે ગચ્છને પણ નિત્ય અનુસરવો જોઈએ, જેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. પરંતુ જેમ કોઈ કહે છે કે ગુરુ, ગચ્છ કે ગીતાર્થ સાધુનો પ્રતિબંધ કરવાની જરૂર નથી તે વચન ઉચિત નથી. ૧પII અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ગુરુનો પરિવાર તે ગચ્છ છે અને તેને પણ અનુસરવો જોઈએ. હવે ગચ્છને કેમ અનુસરવો જોઈએ ? તેથી કહે છે - ગાથા :
સારણવારણ પ્રમુખ લહીને, મુક્તિમારગ આરાધે રે; શુભવીરય તિહાં સુવિહિતકિરિયા, દેખાદેખે વાધે રે.
શ્રીજિન ! ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org