________________
૧૦૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૧૬ ગાથાર્થ :
સારણવારણ પ્રમુખ લહીને સુવિહિત સાધુના સમુદાયરૂપ ગચ્છમાં સારણા-વારણા વગેરેની પ્રાપ્તિ કરીને, સાધુ મુક્તિમાર્ગને આરાધે છે. તેથી તિહાં ગચ્છમાં, શુભવીર્ય અને સુવિહિત ક્રિયા-સુવિહિત સાધુ દ્વારા સેવાતી ક્લિા, દેખાદેખી વાધે રે એક બીજાને જોઈને વધે છે. ll૧૬ll ભાવાર્થ -
ગચ્છમાં રહેવાથી ક્યારેક ઉચિત કૃત્યોનું વિસ્મરણ થયું હોય તો અન્ય સુસાધુ તે કૃત્યોનું સ્મરણ કરાવે છે, જેથી ઉચિત કૃત્યો કરીને સાધુ નિર્જરાના ફળના ભાગી થાય છે. વળી, ક્વચિત્ પ્રમાદને વશ કે અજ્ઞાનને વશ સંયમમાં દોષ લાગે તેવી પ્રવૃત્તિ થતી હોય તો ગચ્છના સુસાધુઓ વારણ કરે છે, જેથી તે અનુચિત પ્રવૃત્તિથી સંયમમાં દોષની પ્રાપ્તિ થતી અટકે છે.
વળી, ઉપર ઉપરના સંયમસ્થાનમાં જવા માટેના ઉચિત પ્રયત્ન અર્થે સુવિહિત સાધુ ચોદના કરે છે–પ્રેરણા કરે છે, જેથી સંયમ જીવનમાં ઊંચા કંડકોની શીધ્ર પ્રાપ્તિ થાય છે.
વળી, સુવિહિત સાધુએ અપ્રમાદ અર્થે ચોદના કરેલી હોય, આમ છતાં અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને વશ ક્યારેક તે પ્રેરણાથી દઢ યત્ન ન થતો હોય તો સુવિહિત સાધુઓ પ્રતિચોદના કરે છે અર્થાતુ અપ્રમાદની વૃદ્ધિ અર્થે ફરી પ્રેરણા કરે છે. આ પ્રકારે ગચ્છમાં સારણાદિની પ્રાપ્તિ થવાથી સુસાધુ મુક્તિ માર્ગની આરાધના કરી શકે છે.
વળી, સુવિહિત સાધુઓના સમુદાયરૂપ ગચ્છમાં એક બીજાના અપ્રમાદને જોઈને શુભવીર્ય વધે છે અર્થાત્ ગચ્છમાં રહેલા સાધુને અપ્રમાદ કરવાનું શુભવીર્ય વધે છે.
વળી, મોહના ઉમૂલનનું કારણ બને તેવા પ્રકારની ભગવાન દ્વારા બનાવાયેલી સુંદર ક્રિયાઓ કરતાં બીજા સાધુને જોઈને, આરાધક સાધુની પણ તે સુવિહિત ક્રિયા વધે છે. તેથી ગુણના સમુદાયરૂપ ગચ્છનો ત્યાગ કરવો ક્યારેય ઉચિત નથી, પરંતુ તેવા ગચ્છને અનુસરવો જોઈએ. ll૧છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org