________________
૧૦૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-પ/ગાથા-૧૭ અવતરણિકા :
વળી, ગચ્છમાં સારણાદિને કારણે સાધુ મુક્તિમાર્ગની પ્રવૃત્તિ આરાધે છે, આમ છતાં જેઓમાં માર્ગાનુસારી બુદ્ધિ નથી તેવા સાધુઓ મોક્ષમાર્ગના પ્રબળ કારણભૂત એવા સારણાદિથી જ દુભાય છે. તેથી તેઓ ગચ્છનો ત્યાગ કરીને વિનાશ પામે છે, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
જલધિ તણો સંક્ષોભ અસહતા, જેમ નીકળતા મીનો રે. ગચ્છસારણાદિક અણસહતા, તિમ મુનિ દુખિયા દીનો રે.
શ્રીજિન ! ૧૭ ગાથાર્થ :
સમુદ્રતણો સંક્ષોભ નહિ સહન કરતા, મીનોમાછલા, જેમ સમુદ્રમાંથી બહાર નીકળતા (વિનાશ) પામે છે તેમ ગચ્છના સારણાદિકને નહિ સહન કરતા મુનિ દુઃખીયા દીન-અકલ્યાણના ભાજન બને છે. II૧૭ી. ભાવાર્થ -
સમુદ્રમાં ક્યારેક ભરતી આદિ આવે ત્યારે અથવા સમુદ્રમાં ઘણા વહાણો આદિ પસાર થતા હોય ત્યારે સમુદ્ર સંક્ષોભ પામે છે અને તે સંક્ષોભને સહન નહિ કરનારા કોઈક માછલાઓ સમુદ્રમાંથી નીકળી તટ ઉપર આવે છે ત્યારે ત્યાં તટ ઉપર પાણી વગર તેઓ વિનાશ પામે છે. તેમ ગચ્છમાં રહેલા સાધુઓ પોતે પ્રમાદ કરતા હોય અને તે પ્રમાદના નિવારણ માટે અન્ય સાધુ સારણાદિ કરે ત્યારે જે સાધુઓની મનસ્વી પ્રકૃતિ છે, તેઓ અન્ય દ્વારા કરાયેલી સારણાદિને સહન કરી શકતા નથી. તેથી ગચ્છનો ત્યાગ કરે છે અને સ્વમતિ અનુસાર સંયમના આચારો પાળે છે, તે મુનિઓ દુઃખીયા દીન છે અર્થાત્ આ ભવમાં સંયમના કષ્ટો વેઠે છે માટે દુઃખીયા છે અને પરલોકમાં કલ્યાણને નહિ પામનારા હોવાથી દીન છે અર્થાત્ તેઓનો આ ભવ પણ સંયમના કષ્ટો વેઠીને નિષ્ફળ છે અને પરભવ પણ દુર્ગતિના ફળની પ્રાપ્તિ થવા દ્વારા દીન થવાનો. માટે આરાધક સાધુએ સારણા વારણાદિથી યુક્ત એવા ગચ્છનો ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહિ. II૧૭ની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org