________________
૧૦૨
અવતરણિકા :
વળી, સારણાદિ ગુણોથી યુક્ત એવા ગચ્છને છોડનારા મુનિઓ વિનાશ પામે છે તે અન્ય દૃષ્ટાંતથી બતાવે છે
51121 :
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૧૮
કાક નર્મદાતટ જિમ મૂકી, મૃગતૃષ્ણાજલ જાતા રે; દુઃખ પામ્યા તિમ ગચ્છ તજિને, આપમતિ મુનિ થાતા રે.
શ્રીજિન ! ૧૮
ગાથાર્થ ઃ
નર્મદાતટને મૂકીને મૃગતૃષ્ણા જલ માટે જતાં કાગડા જેમ (વિનાશ પામ્યા) તેમ ગચ્છ ત્યજીને આપમતિ થાતા મુનિ દુઃખ પામ્યા. ।।૧૮।।
ભાવાર્થ:
કેટલાક કાગડાઓ નર્મદાતટ ઉપર વસનારા હતા છતાં દૂર-દૂર જલ નહિ હોવા છતાં મૃગતૃષ્ણા જળને જોઈને તે ત૨ફ જવાની મનોવૃત્તિવાળા થયા ત્યારે કેટલાક વૃદ્ધ કાગડાઓએ તેમનું વારણ કર્યું. જેઓ તે વૃદ્ધ કાગડાઓના વચનથી નર્મદાતટપર જ રહ્યા તેઓ પાણીને પામીને સુખિયા થયા અને જેઓ વૃદ્ધ કાગડાઓના વચનનો અનાદર કરીને મૃગતૃષ્ણા જળની પ્રાપ્તિ અર્થે ગયા તેઓ જળની પ્રાપ્તિ વગર તૃષાથી વિનાશ પામ્યા. તેમ ગચ્છને છોડીને કેટલાક સાધુ સ્વમતિ પ્રમાણે જીવવા માટે તત્પર થયા અને કોઈ ગીતાર્થ સાધુએ તે જનારા સાધુને વારણ કરીને સ્મજાવ્યું કે ગચ્છમાં રહેવાથી નવા નવા શ્રુતની પ્રાપ્તિ આદિ થાય છે, સારણાદિ દ્વારા સંયમની વૃદ્ધિ થાય છે અને ગચ્છને છોડીને જવાથી સંયમ વિનાશ પામે છે. આ પ્રમાણેની ગીતાર્થની વારણાને કારણે જેઓ ગચ્છમાં રહ્યા તેઓ સંયમના ફળને પામ્યા અને જેઓ ગચ્છને ત્યજીને સ્વમતિ પ્રમાણે વિચરવા લાગ્યા, તેઓ સંયમ નાશ થવાથી સંયમના ફળને પામ્યા નહિ પરંતુ માત્ર કષ્ટ વેઠીને આ ભવમાં દુ:ખીયા અને પરભવમાં દીન થયા, માટે આરાધક સાધુએ ગુણના કારણભૂત એવા સારણા-વારણાદિથી યુક્ત ગચ્છનો ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહિ. II૧૮॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org