________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૩-૪ વસ્તુતઃ તેઓ સમ્યક્ત તો પામ્યા નથી પરંતુ સમ્યકત્વની પ્રાપ્તિ પૂર્વે અપુનબંધક દશાવાળા જીવો ગ્રંથિદેશમાં રહીને જે પ્રાથમિક ભૂમિકાનો યોગમાર્ગ સેવે છે તેને પણ પામ્યા નથી; કેમ કે સૂક્ષ્મ બોધ વગરના એવા અપુનબંધક જીવો પણ યોગમાર્ગની પ્રાથમિક ભૂમિકામાં રહેલા હોય ત્યારે અજ્ઞાનને કારણે વિપરીત પ્રવૃત્તિ કરતા હોય તોપણ ગીતાર્થથી માર્ગ ઉપર આવી શકે તેવા હોય છે. જ્યારે કેટલાક જડ મલધારી સાધુઓ તો અસદ્ગથી દૂષિત પરિણામવાળા છે. તેથી ગીતાર્થના ઉપદેશથી પણ માર્ગમાં આવી શકે તેવા નથી. માટે તેઓ સમ્યકત્વની પ્રાપ્તિની નજીકની ભૂમિકા સ્વરૂપ ગ્રંથિદેશમાં પણ પ્રાયઃ આવ્યા નથી; પરંતુ દઢ વિપર્યાસરૂપ અજ્ઞાનમાં ખૂંચેલા છે જેથી કષ્ટ કરીને લેશ પણ યોગમાર્ગને સ્પર્શી શકતા નથી, પરંતુ સ્વમતિ પ્રમાણે ચાલીને દીર્ઘ સંસારની જ પ્રવૃત્તિ કરે છે.
અહીં પ્રાયઃ ગ્રંથિદેશે આવ્યા નથી ત્યાં પ્રાયઃ' શબ્દથી એ કહેવું છે કે ગીતાર્થને છોડીને સ્વમતિ પ્રમાણે કષ્ટ કરનારા જડ બુદ્ધિવાળા સાધુઓ છે તેમાંથી કેટલાક સાધુઓ કોઈ અન્ય ગીતાર્થ તેમને હિતોપદેશ આપે તો અસગ્રહને છોડીને ગીતાર્થની નિશ્રા સ્વીકારે તેવા છે તેઓ ગ્રંથિદેશમાં આવેલા છે. આથી જે અપુનબંધક જીવો દેશથી યોગમાર્ગની આરાધના કરનારા છે તેઓ અજ્ઞાનને વશ, ગીતાર્થને છોડીને બાહ્ય કષ્ટમાં રત હોય તોપણ પ્રજ્ઞાપનીય હોવાથી દેશથી યોગમાર્ગના આરાધક છે. તેઓની પ્રાયઃ' શબ્દથી વ્યાવૃત્તિ કરેલ છે અર્થાત્ તેવા યોગ્ય જીવોને છોડીને બાકીના જડ મલધારીઓ મોક્ષમાર્ગથી સર્વથા બર્દિભૂત છે એ પ્રકારનો ભાવ છે. lal અવતરણિકા :
જેઓ ગ્રંથિદેશમાં આવ્યા નથી અને અજ્ઞાનમાં ખૂંચ્યા છે તેઓ શું કહે છે તે બતાવે છે –
ગાથા :
તેહ કહે ગુરુ ગચ્છ ગીતારથ, પ્રતિબધે શું કીજે રે ? દર્શન-જ્ઞાન-ચરિત આદરિયે, આપે આપ તરીકે રે.”
શ્રીજિના ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org