________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૨-૩
જડતાને કારણે કુમતિરૂપ સમુદ્રમાં ડૂબી રહ્યા છે. આથી ભગવાનના વચનંના તત્ત્વની પ્રાપ્તિના પ્રબળ કારણભૂત એવા સુગુરુને અને સુગચ્છને છોડીને સ્વમતિ અનુસાર સંયમના બાહ્ય આચારમાં રત રહે છે અને ભગવાનના વચનના પરમાર્થની પ્રાપ્તિ વગર પોતાની કુમતિને કારણે સંસારસમુદ્રમાં ડૂબી રહ્યા છે એવા જીવોને હાથ ઝાલીને તમે તારો જેથી તેઓનું કલ્યાણ થાય.” આ પ્રકારની ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરે છે. II૨ા
૮૭
અવતરણિકા :
ગાથા-૧માં કહેલ કે કેટલાક જડ મલધારી પોતે ઉગ્રવિહારી છે તેમ માને છે. વસ્તુતઃ તેઓ માર્ગનો લોપ કરનારા છે. તેવા જીવોને ભગવાન સિવાય કોઈ આધાર નથી માટે ગાથા-૨માં ભગવાનને વિનંતી કરે છે કે “તમારા પ્રત્યે ભક્તિવાળા લોકોને તમે તારો.” હવે તે જડ મલધારી સાધુઓ કેવા છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
511211 :
ગીતારથ વિણ ભૂલા ભમતા, કષ્ટ કરે અભિમાને રે; પ્રાયે ગંઠી લગે નવિ આવ્યા, તે ખૂંતા અજ્ઞાને રે. શ્રીજિન! ૩ ગાથાર્થ :
ગીતાર્થ વગર ભૂલા ભમતા=ભગવાનના માર્ગને ભૂલેલા ફરતા, અભિમાનથી કષ્ટ કરે છે=અમે સંયમ પાળનારા છીએ એ પ્રકારના મિથ્યા અભિમાનથી સંયમના બાહ્ય કષ્ટ કરે છે. પ્રાયઃ ગ્રંથિદેશ સુધી તેઓ આવ્યા નથી તે અજ્ઞાનમાં ખૂંચ્યા છે=અજ્ઞાનરૂપી કાદવમાં ખૂંચ્યા છે. II3II
ભાવાર્થ :
ગાથા-૧માં કહ્યું તેવા બાહ્ય કઠોર આચરણા પાળનારા કેટલાક સાધુઓ ગીતાર્થ ગુરુને છોડીને માત્ર સંયમની બાહ્ય શુદ્ધ આચરણા પાળવામાં રત છે તેવા સાધુઓ મોહના ઉન્મૂલન માટે જે પ્રકારનો શ્રુતનો માર્ગ છે તે માર્ગ ગીતાર્થ વગર પ્રાપ્ત કરી શકતા નથી અને ગીતાર્થ વગર સ્વમતિ પ્રમાણે ચાલતા એવા તેઓ માર્ગને ભૂલીને બાહ્ય આચરણામાં ફરી રહ્યા છે. વળી, પોતે મોક્ષ માર્ગને સેવે છે તેવું અભિમાન ધારણ કરીને સંયમના કષ્ટો વેઠે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International