________________
૮૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-પ/ગાથા-૧-૨ ઉગ્રવિહારી છીએ=ભગવાનના શાસનના વચનાનુસાર અતિશય પ્રવૃત્તિ કરનારા છીએ.
વસ્તુતઃ તેઓ ભગવાનની મૂળ આજ્ઞાનો લોપ કરીને ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરનારા છે તોપણ જડ મતિને કારણે માત્ર બાહ્ય આચરણામાં “આ ઉગ્રવિહાર છે” તેવો ભ્રમ તેઓને વર્તે છે; પરમાર્થથી તો “અસંગભાવને પ્રગટ કરવા અર્થે ગુણવાનને પરતંત્ર થઈને અપ્રમાદભાવથી નવા નવા શ્રુતનું અધ્યયન કરવું અને શ્રુતાનુસાર દઢ પ્રવૃત્તિ કરીને આત્માને તત્ત્વથી ભાવિત કરવો” એ ઉગ્રવિહાર છે. III અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે સ્થૂલથી આરાધનાની બુદ્ધિવાળા પણ કેટલાક સાધુઓ માર્ગનો લોપ કરે છે. તેથી તેવા જીવોને તારવાનો ઉપાય ભગવાનનું આલંબન છે તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
શ્રી જિન! તું આલંબન જગને, તુજ વિણ કવણ આધારો રે; ભગતલોકને કુમતિ જલધિથી, બાંહિ ગ્રહીને તારો રે. ૨
શ્રી જિન ! તું આલંબન જગને-એ આંકણી. ગાથાર્થ :
હે જિન ! તું જગતને આલંબન છે, તમારા વગર જગતના જીવોને કોણ આધાર થાય ? માટે હે ભગવાન! ભગત લોકોને તમારા પ્રત્યે ભક્તિવાળા લોકોને, કુમતિરૂપી સમુદ્રમાંથી બાહુ ગ્રહણ કરીને તારો. શા. ભાવાર્થ
આ સંસારરૂપી સમુદ્રમાં જીવોને સન્માર્ગ બતાવનારા તીર્થકરો જ આલંબનરૂપ છે અને ભગવાનના વચનની પ્રાપ્તિ વગર જગતમાં કોઈ આધાર નથી. તેથી સંસાર સમુદ્રમાં પડેલા જીવો માટે કેવળ ભગવાન જ આધાર છે. આ રીતે સ્તવનકાર ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ ઉપસ્થિત કરીને ભગવાનને વિનંતી કરતાં કહે છે કે હે જિનેશ્વર ભગવંત ! તમારા પ્રત્યે ભક્તિવાળા પણ લોકો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org